સામુહિક આપઘાતના પ્રયાસમાં યુવાન પુત્રનું મોત: પોલીસે ચાર વ્યાજના ચાર ધંધાર્થી સામે ગુનો નોંધ્યો

શહેરના સૌરાષ્ટ3 યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરમાં બે દિવસ પહેલાં વ્યાજના ધંધાર્થીઓની ધાક ધમકીથી કંટાળી પતિ, પત્ની અને પુત્રએ ઝેરી દવા પી કરેલા આપઘાતના પ્રયાસ અને સારવાર દરમિયાન યુવકના થયેલા મોત અંગે સમગ્ર સૌની સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વ્યાજખોરની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસે ચાર સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મિલાપનગર શેરી નંબર 2માં રહેતા કિતીઈભાઇ હરકિશનભાઇ ધોળકીયા (ઉ.વ.47), તેમના પત્ની મયુરીબેન (ઉ.વ.42) અને પુત્ર ધવલ ધોળકીયા (ઉ.વ.25) વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગત તા.19મીએ ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સારવાર દરમિયાન ધવલ ધોળકીયાનું મોત નીપજ્યું છે.ધવલ ધોળકીયાના મૃત્યુ પહેલાં પોલીસમાં લખાવેલી ફરિયાદમાં તેઓએ ધંધા માટે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પાસેથી 10 લાખ, સાલીની સાડીવાળા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂા.50 હજાર, ત્રિકોણબાગ નજીક બેસતા મહેબુબશા પાસેથી રૂા.8 લાખ અને કેવડાવાડીના ધવલ સમીર મુંધવા પાસેથી મોટી રકમ વ્યાજે લીધી હોવાથી તેઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ઢેબર રોડ પર આવેલી ધોળકીયા ઝેરોક્ષ નામની દુકાન લખાવી દેવા ધમકાવતા હોવાથી ઝેરી દવા પીધાનું જણાવ્યું હતું.

દરમિયાન ધવલ ધોળકીયાનું સારવાર દરમિયાન મોત નીપજતા યુનિર્વસિટી પોલીસે ચારેય સામે આત્મહત્યાની ફજર પાડવા અંગેનો ગુનો નોંધ્યો હતો. વ્યાજખોરોની ધરપકડ ન થયા ત્યાં સુધી ધવલ ધોળકીયાનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.બી.જાડેજા, પી.એસ.આઇ. બી.વી.ઝાલા, ડી સ્ટાફના સિધ્ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા અને ભગીરથસિંહ ખેર સહિતના સ્ટાફે કેવડાવાડીના ધવલ સમીર મુંધવાની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.