અગાઉથી અટકાયત કરવામાં આવતા કોંગી સભ્યો એકઠા થઇ ગયા
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા ૭૮.૪૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ,છઅઢ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસો તથા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલનો લોકાર્પણ સમારોહ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને તા. ૧૮ મી ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આજે સુરેન્દ્રનગર સ્થિત પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાનાર છે.
આ સમારોહ પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ. કે. જાડેજા, સાંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય સર્વ ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેનશ્રી શંકરભાઈ દલવાડી અને ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડિયા ઉપસ્થિત રહેવા ના છે. ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક રોડ રસ્તા ના અને પ્રાથમિક સુવિધાઓ ના કામો અને પડતર કામો અને નગરપાલીકા ની નબળી કામગીરી ના કારણે સુરેન્દ્રનગર કોંગી કાર્યકરો દવારા આજે અવરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વિરોધ કરવા જતાં પહેલાં અટકાયત કરવા માં આવી છે.ત્યારે આજે કોંગી પ્રમુખ મનુભાઈ અને કમલેશ ભાઈ અને ૧૦ થી વધુ કાર્યકરો ની અટકાયત કરવા માં આવી છે. પોલીસ પોતાની કામગીરી સારી દેખાડવા માટે અટકાયક કરવા માં આવેલ સભ્યો ને મુખ્યમંત્રી જાય ત્યાર બાદ દરસવા માં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મુખ્યમંત્રી વિવિધ પ્રકાર ના લોકાર્પણ કરવા જઈ રહા છે.ત્યારે નગરપાલીકા ની નબળી કામગીરી અને અનેક સમસ્યાઓ સાથે આજે કોંગી સભ્યો દવારા વિરોધ કરવા માં આવીયો છે. ત્યારે આજે પોલીસ દવારા આ વિરોધ પ્રદર્શન કરવા જતાં પહેલાં જ પોલીસ દ્વારા કોંગી કાર્યકરો ની અટકાયત કરવા માં આવી છે.ત્યારે આ બાબતે પોલીસ દવારા અટકાયત કરવા માં આવેલ કોંગી સભ્યો ને મુખ્યમંત્રી જાય ત્યારે બાદ પોતાની સારી કામગીરી દરસવા માટે કાગળ પર દેખાડવા માં આવીયા હતા.