વ્યાજના ધંધાર્થીઓ સામે તંત્ર દ્વારા રાજય વ્યાપી ઝુંબેશ ચલાવી કરેલી કડક કાર્યવાહી હોવા છતાં કેટલાક વ્યાજખોરો કમ્મર તોડ વ્યાજ વસુલ કરી રહ્યા છે. ઇમીટેશનના ધંધાર્થીએ વ્યાજના ધંધાર્થી પિતા-પુત્રના ત્રાસથી કંટાળી 20 દિવસ પહેલાં રાજકોટથી હિજરત કરી કાલાવડના પીપર ગામે રહેવા જતા રહ્યા બાદ રાજકોટ કામ અર્થે દસ દિવસ પહેલાં આવેલા વેપારીનું 150 ફુટ રીંગ રોડ પરથી સ્વીફટકારમાં અપહરણ કર્યા બાદ પાંચ દિવસથી પરિવાર સાથે સંપર્ક ન થતાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે અપહૃતની ભાળ મેળવવા અને અપહરણના ગુનામાં સંડોવાયેલા પિતા-પુત્રને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અપહૃત યજ્ઞેશ રાંક મળી આવ્યા બાદ અને અપહરણકાર પિતા-પુત્ર ઝડપાયા બાદ કેટલી રકમ વ્યાજે લીધી હતી અને શા માટે લીધી હતી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.
નવ દિવસ પહેલાં વ્યાજ વસુલ કરવા ઉદયપુર લઇ ગયાની શંકા: પાંચ દિવસથી મોબાઇલ સ્વીચ ઓફ થઇ જતાં ફરિયાદ નોંધાવી
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી 20 દિવસ પહેલાં રાજકોટથી હિજરત કરી કાલાવડના પીપર ગામે રહેવા જતા રહ્યા તા: મોબાઇલ લોકેશન અને સીસીટીવી ફુટેજ મેળવી ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
દિનેશસિંહ ઠાકુર અને તેનો પુત્ર યશરાજસિંહ અપહરણ કરી ગયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અપહરવાને દસ દિવસ જેવો સમય વિતી જવા છતાં તેનો કોઈ પત્તો નહીં લાગતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે.
અપહૃત યજ્ઞેશભાઈના પત્ની હેતલબેન તરી (ઉ.વ. 32)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં તે કાલાવડ તાલુકાના પીપર ગામે રહે છે. તે પહેલાં સનેશ્વર પાર્કમાં રહેતાં હતા. ત્રણેક મહિના પહેલાં દિનેશઠાકુર તેના ઘરે આવ્યો હતો અને તેના પતિને જેમ કાવે 5 તેમ બોલી રૂપિયા પાછા આપી દેજે નહીંતર જીવવું મુશ્કેલ બની જશે તેવી ધમકી આપી જતો રહ્યો હતો. ત્યારબાદ તેના પતિને પૂછતાં કહ્યું કે દિનેશ તેનો મિત્ર છે. તેની પાસેથી તેણે વ્યાજે પૈસા લીધા હતા. પરંતુ = હાલમાં ખેંચ હોવાથી પૈસા આપી શકર્યો નથી. આ પછી દિનેશ અવાર-નવાર તેના ઘરે આવી પૈસાની ઉઘરાણી કરી, ધાક- ધમકી આપતો હતો. એક દિવસ તેના પતિએ કહ્યું કે તેણે દિનેશને પૈસા આપી દીધા છે. આમ છતાં વધુ પૈસાની માંગણી કરે છે.
નઆખરે દિનેશના ત્રાસથી કંટાળી વીસેક દિવસ પહેલાં ગામડે રહેવા જતાં રહ્યા હતા. તેનો પતિ અપડાઉન કરતો હતો. ગઈ તા.9ના રોજ તેનો પતિ ગામડેથી નીકળ્યા બાદ બીજા દિવસ સુધી પરત નહીં આવતાં ચિંતા થવા લાગી હતી. જેથી પતિને ફોન કરતાં કહ્યું કે હું દિનેશ સાથે છું, અમે સુરત છીએ, તમે ચિંતા કરતા નહીં. આ પછી ફોન મૂકી દીધો હતો. બીજા દિવસે તેના પતિએ તેના સાસુના મોબાઈલમાં કોલ કરી જણાવ્યું કે તે 150 ફૂટ રિંગ રોડ ઉપર ઉભો હતો ત્યારે દિનેશ અને તેના પુત્ર યશરાજે તેનું કારમાં અપહરણ કરી લીધું છે. હવે રૂપિયાની વ્યવસ્થા કરશે એટલે તેને જવા દેશે, હાલમાં ઉદયપુર છે, જયાં દિનેશના જાણીતાની હોટલમાં રોકાયેલા છે.
ગઈતા. 15નાં રોજ તેના પતિએ ફરીથી ફોન કરી કહ્યું કે હાલ તે દિનેશ સાથે છે. મિત્રોને મળી રૂપિયાની વ્યવસ્થા કરી લેશે, તેના વકીલ કે.સી.ને પણ મળવા જશે કારણ કે તે દિનેશને પણ ઓળખે છે. જેથી કે.સી. સમજાવશે એટલે દિનેશ માની જશે અને સાંજ સુધીમાં તે ઘરે પરત આવી જશે. આ કોલ પછી તેના પતિનો મોબાઈલ બંધ આવે છે, કોઈ સંપર્ક પણ થતો નથી, તેના પતિએ જે જગ્યાની વાત કરી હતી ત્યાંના ગઈ તા.10ના સીસીટીવી ફૂટેજ કઢાવતાં તેમાં દિનેશ અને તેનો પુત્ર તેના પતિને સ્વીફટ કારમાં બેસાડીને લઈ જતાં હોવાનું દેખાયું – છે. આજ સુધી પતિ પરત નહીં આવતો આખરે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ તાલુકા પોલીસે અપહરણ, ધમકી આપવી અને મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો – દાખલ કરી તપાસ હાથ ધરી છે.યજ્ઞેશ ટાંકને હેમખેમ બચાવવા પોલીસની જુદી જુદી ટીમ દ્વારા કવાયત શરૂ કરી છે. વ્યાજના ધંધાર્થી પિતા-પુત્ર ઝડપાયા બાદ કેટલી રકમ વ્યાજે લીધી હતી અને શા માટે લીધી હતી તે અંગેની વિગતો બહાર આવશેતેમ પોલીસ સુત્ર જણાવી રહ્યા છે.