કાલાવડ-રાજકોટ હાઈવે રોડ, આણંદપર ચોકડી પાસેથી એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે એસઓજીની ટીમે પકડી પાડયો છે. પોલીસ અધિક્ષક દિપન ભદ્રન દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એસઓજીને સુચના કરતા તે અનુસંધાને બાતમીના આધારે કાલાવડ-રાજકોટ હાઈવે રોડ, આણંદપર ચોકડી પાસેથી આરોપી નરેશભાઈ વિશાભાઈ ઝાપડા જાતે.ભરવાડ (ઉ.વ.૨૮, ધંધો-ડ્રાઈવીંગ, રહે.સરવાણીયા ગામ તા.કાલાવડ, જી.જામનગર વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા નંગ-૧ કી.રૂા.૭૦૦૦ તથા એક મોબાઈલ ફોન કી.રૂા.૫૦૦૦/- તથા એક સપ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કી રૂા.૨૫,૦૦૦/-ની સાથે પકડી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
Trending
- Bhachau : રેવન્યુ તથા વનવિભાગ અને પંડિત દિનદયાલ પોર્ટની જમીનો પર ભૂમાફિયાનો કબ્જો
- પુરવઠાની બેઠકમાં સડેલા ઘઉં કલેકટર સામે મૂકી હકીકત વર્ણવતા સાંસદ
- Gujarat : આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 9 હજાર કરોડથી વધુની સહાય
- રૈયા સ્માર્ટ સિટી એરિયાનું “અટલ” નામકરણ: ટૂંકમાં લોકાર્પણ
- સત્ય, પ્રેમ, કરૂણા: પૂ.મોરારિબાપુ રામકથાનો 23મીથી મંગલારંભ્
- Rajkot : નાગરિક સહકારી બેન્ક લિ.ની ચૂંટણી અંતર્ગત પોલીંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું
- ગુજરાત : જેને મૃત સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે વ્યક્તિ જીવતો નીકળ્યો!
- ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે