તારે મારા વિસ્તારમાં દુકાન ચલાવવી હોય તો પૈસા આપવા પડે તેવી ધમકી દીધી’તી
પોલીસના ઉચ્ચ અધિકારીઓને ગાળો ભાંડી ધાક જમવતા લુખ્ખો મોરબીના સરાથી ઝડપાયો
અબતક,રાજકોટ
ખોડીયાપરા વિસ્તારમાં લુખ્ખાગીરી કરતા શખ્સે વેપારીને ધાક ધમકી દઇ વેપારી પાસેથી રૂા.20 હજારની ખંડણી પડાવી રૂા.2.50 લાખની માગણી કરવા અંગેનો ગુનો નોંધાતા લુખ્ખાગીરી કરતો શખ્સ ફરાર થઇ ગયો હતો. તેને માલવીયાનગર પોલીસે મોરબીના સરા નજીકથી ઝડપી આકરી સરભરા કરી છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓને ગાળો ભાંડી ધાક જમાવવાનો પ્રયાસ કરતા લુખ્ખાને કાયદાના પાઠ ભણાવી શાન ઠેકાણે લાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં રહેતા અને ખોડીયાનગર મેઇન રોડ પર સાલુની કોમ્પ્લેક્ષમાં એસ સિલેકશન નામની રેડીમેઇટ કપડાની દુકાન ધરાવતા દર્શન હસમુખભાઇ સાપાવાડીયા નામના પટેલ યુવાને ખોડીયારનગરના કિશન દિલુભા બાવડા નામના ગઢવી શખ્સ સામે ધાક ધમકી દઇ રૂા.20 હજાર બળજબરીથી પડાવ્યા અને રૂાત.2.50 લાખની ખંડણી પડાવ્યા બાદ વધુ ખંડણી માગ્યાની માલવીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.દર્શન પટેલની દુકાને જઇ પોતે કોઇથી ડરતો ન હોવાનું કહી ડીસીપી મનોહરસિંહ જાડેજા, માલવીયાનગર પીઆઇ ભૂકણ અને તમામ પોલીસ સ્ટાફને બેફામ ગાળો ભાંડી પોતે ખોડીયારનગર વિસ્તારનો ડોન હોવાનું અને દુકાન ચલાવવી હોય તો ખંડણી આપવી પડે તેવી ધમકી દીધી હતી. આ અંગે દર્શન પટેલ દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવતા કિશન બાવડા વધુ ઉશ્કેરાયો હતો અને પૈસા પડાવવા દર્શન અને તેના નાના ભાઇ પ્રતિકની ખૂન કરવાની ધમકી દીધી હતી તેમજ અવાર નવાર જુદા જુદા નંબરના મોબાઇલ પરથી વાત કરી ધમકાવતો હતો.
કિશન બાવડા પાસેથી ખંડણી પડાવ્યા અંગેની ગત તા.8 જાન્યુઆરીએ વિસ્તૃત અહેવાલ સૌ પ્રથમ ‘અબતક’ સાંધ્ય દૈનિકમાં પ્રસિધ્ધ કરાયો હતો. ત્યારથી જ કિશન બાવડાની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેની ભાળ મળી ન હતી. દર્શન અને તેના નાના ભાઇ પ્રતિકનું ખૂન કરવાની દેવાનું ચાલુ રાખ્યું હોવાથી માલવીયાનગર પોલીસે કિશન બાવડા સામે બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધી માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. કે.એન.ભૂકણ, પીએસઆઇ એમ.એચ.મહેશ્ર્વરી, હેડ કોન્સ્ટેબલ સુર્યકાંત પરમાર, હરપાલસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોરબીના સરા ખાતેથી ધરપકડ કરી આકરી પૂછપરછ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.તા.8 જાન્યુઆરીએ ‘અબતક’માં પ્રસિધ્ધ થયેલો અહેવાલ