- મોરબીમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના
- ટ્રાન્સપોર્ટર યુવાને આપેલા રૂ. 18 લાખ પરત માંગતા હત્યા નિપજાવી દીધાનો ખુલાસો
મોરબી માં દૃષ્યમ ફિલ્મ જેવી ધટના પ્રકાશમાં આવી છે જેમાં આ ફિલ્મ માં પોલીસ આરોપી અને મૃતક સત્ય પાત્રો છે. મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી ની જેમાં એક માસથી ગુમ યુવક ની હત્યા થયાનો પદોફાશ કર્યો છે અને મૃતદેહ શોધી કાઢ્યો છે તેમજ આરોપી ને પણ દબોચી લેવામાં આવ્યો છે
ગત તા.20 જુનના રોજ ગુમ થયેલ જીતેન્દ્ર કૈલા નામના યુવકની જે ગુમ થયાની હળવદ પોલીસ મથકમાં તેના ભાઈ દ્વારા ગુમશુદા નોંધ કરાવવામાં આવી હતી સમય જતા આ ગુમ થયાનો બનાવ મોરબી શહેર એ ડિવિઝન વિસ્તાર નો હોય અરજી મોરબી ટ્રાન્સફર કરવામાં આવી અને બાદમાં આ તપાસ માં પરિવારજનો દ્વારા પોલીસને યુવકની હત્યા ની શંકા વ્યક્ત કરી હતી.જેના પગલે મોરબી ક્રાઇમ બ્રાન્ચ થી લઇ મોરબી એ ડિવિઝન પોલીસ ની ટીમ આ કોકડું ઉકેલવા કામે લાગી ગઈ હતી આ ઘટનામાં પરિવારજનો દ્વારા તેના અંગત મિત્ર જીતેન્દ્ર આયદાંનભાઈ ગજીયા પર શંકા ની સોય તાકવામાં આવી હતી જેના પગલે એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા અને ઈનચાર્જ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.પંડ્યા ની ટીમ પણ ખડેપગે રહી આ યુવકની હત્યા થઈ છે કે અપહરણ તેના આધારે તપાસ હાથ ધરતા મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સુધી આ ઘટના ની જાણ થતાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પણ આ બનાવમાં અપહરણ ની કલમો હેઠળ ગુનો નોંધવા આદેશ આપ્યા હતા આ બાદ મૃતક યુવક જીતેન્દ્ર કૈલાના ભાઈએ જીતેન્દ્ર ગજીયા નામના વ્યક્તિ વિરૂદ્ધ નામજોગ અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી બાદમાં પોલીસને કામગીરી કરવાની પ્રથમ મોકો મળ્યો હતો અને શંકાસ્પદ અને શાતિર આરોપી જીતેન્દ્ર ગજિયા ને કસ્ટડી માં લઇને પૂછપરછ કરવાનો માર્ગ મોકળો થયો હતો.
મોરબી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજા તેમજ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડ્યા સહિતની ટીમ દ્વારા તપાસ શરૂ કરતાં ની સાથે જ આરોપી એ દૃશ્યમ મૂવી જેવી ફિલ્મી કહાની ઘડી હતી અને પોલીસને પણ જીતુ ગજિયા સાચું બોલે છે તેવો થોડો વિશ્વાસ આવી ગયો પરંતુ અચાનક એક પછી એક એવા પુરાવા હાથે લાગ્યા જેને લઈને પોલીસે જીતુ ગજીયા એ જ હત્યા કરી છે અને મૃતદેહ નો નિકાલ કરી દિધો હોવાની શંકા પ્રબળ હતી.
આ મામલે પોલીસે આરોપી ની દુકાન વાળા કોમ્પલેક્ષ માં નીચેની દુકાને લાગેલ સીસી ટીવી ચેક કરતા ગુમ થયેલ યુવક છેલ્લે બીજા માળે આવેલ આરોપીની દુકાન તરફ જતો દેખાય છે.તેના થોડા સમય બાદ આરોપી નીચે આવે છે અને નીચે આવેલ પાણી ના પરબ થી પાણી ભરીને ઉપર જાય છે બાદમાં ફરીથી આરોપી નીચે આવે છે અને ગુમ થયેલ યુવકના બાઈક પર રાખેલ હેલ્મેટ લઇને ઉપર પોતાની દુકાનમાં જાય છે જે બાદ થોડો સમય વિતે છે ત્યારે ગુમ થયેલ યુવક જીતેન્દ્ર કૈલા એ જે કપડા પહેર્યા હતા એવા કપડા પહેરી અને હેલ્મેટ પહેરી એક વ્યક્તિ નીચે ઉતરે છે અને મૃતક યુવકનું બાઈક લઈને નીકળી જાય છે.પરંતુ પોલીસે ગુમ થયેલ યુવક જ્યારે ઉપર જાય છે અને તેવા જ કપડા પહેરીને જે યુવક નીચે ઉતરે છે બન્ને ની બોડી લેન્ગવેજ અને ઊંચાઈ તેમજ શારીરિક બાંધામાં ફેરફાર જણાય છે અને શંકાની સોય
જીતેન્દ્ર ગજીયા તરફ જાય છે જે બાદમાં પોલીસે ગુમ યુવક જેવા કપડાં પહેરી નીકળેલ યુવક અને જીતેન્દ્ર ગજીયા ની સરખામણી કરતા બન્ને સરખા જનાઈ આવે છે એટલે આરોપી મૃતક યુવકના કપડા પહેરી નીકળ્યો અને મૃતકનું બાઈક લઇને નીકળ્યો હોવાની શંકા દ્રઢ બને છે.સાથે જ મૃતકનું બાઈક અને કપડા હળવદ મોરબી રોડ પર રેઢું મળી આવે છે તેમજ આ બધો સામાન રેઢો મૂકીને અન્ય પેસેન્જર વાહનો મારફતે આરોપી ફરીથી પોતાની દુકાને પહોંચે છે ત્યારે પણ પોલીસ ચોંકી જાય છે કેમ કે આરોપી ઉપરથી ઊતરતો દેખાતો નથી અને હવે ચડતો દેખાય છે એટલે પોલીસને નક્કી થયું કે આરોપીએ જીતેન્દ્ર કૈલા ના કપડા પહેરી ને તરકટ રચ્યું હતું થોડી વાર માં આરોપી પોતાની સ્કોર્પિયો કારમાં મોટું બોક્ષ મૂકે છે અને ત્યાંથી નીકળી જાય છે.પરંતુ દેખીતી રીતે મૃતદેહ કે કશું દેખાઈ આવતું નથી એટલે પોલીસને શંકા તો હતી પણ હત્યા થઈ હોવાનો ઠોસ પુરાવો નહોતો મળતો આ દિવસ દરમિયાન સતત પોલીસ આરોપી ની પૂછપરછ કરતી હતી અને આરોપી પર વોચ રાખવામાં આવતી હતી .બાદમાં પરિવારજનોએ આ મામલે આરોપી વિરૂદ્ધ અપહરણ ની ફરિયાદ નોંધાવી અને પોલીસને મોકો મળ્યો આરોપીને કસ્ટડી માં લેવા નો જે બાદ પોલીસે અપહરણ ના કેસમાં આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા અને પૂછપરછ શરૂ કરી પૂછપરછ દરમિયાન પણ આરોપી જીતેન્દ્ર ગજીયા પોલીસને રોજ અલગ અલગ વાત કરતો હતો ક્યારેક કહેતો કે લાશ ને માણેકવાડા ગામે સ્મશાનમાં સળગાવી દીધી છે ત્યાં પોલીસે તપાસ કરી તો કશું મળ્યું નહી બાદમાં આકરી પૂછપરછ કરતા અંતે તેને હત્યા કર્યાની કબૂલાત આપી લાશને જ્યા દાટી હતી તે માણેકવાડા ગામ થી બે કિલોમીટર દૂર આવેલ જગ્યાએ લઇ ગયો અને પોલીસે ખેતર અને રોડ ની વચ્ચે પાણી નિકાલ માટે બનાવવામાં આવેલ કાચી નહેર માં ત્રણથી ચાર ફૂટ ખોદીને તપાસ કરતા બોક્ષમાં પેક કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો અને સાથે જ પોલીસે ગુમ યુવક ના પરિવારજનોને પણ લાઈ ગઈ હતી જેને મૃતદેહ પર ની વસ્તુઓ પરથી આ મૃતદેહ જીતેન્દ્ર રમેશભાઈ કૈલા નો હોવાનું ઓળખી બતાવ્યું હતું .આરોપી ને મૃતકે એક વખત 10 લાખ અને એક વખત 8 લાખ એમ કુલ 18 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જે રૂપિયા મૃતકે પરત માંગતા રૂપિયા પરત ન આપવા પડે તે માટે હત્યા કરી નાખી હોવાની આરોપી જીતેન્દ્ર ગજિયા દી કબૂલાત આપી છે. આ હત્યામાં પકડાયેલ આરોપી જીતેન્દ્ર ગજીયા અગાઉ પણ જેતપુરમાં ડોકટરના પુત્રના અપહરણ અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.જેમાં ડોકટરના પુત્રની હત્યા કરી ડીવાયએસપીના મકાનના ટાંકામાં મૃતદેહને નાખી દિધો હતો અને આ હત્યાકાંડ કેસ એ પણ સૌરાષ્ટ્ર માં ચકચારી જગાવી હતી જો કે આ કેસમાં તેને આજીવન કેદની સ્જા પડી છે અને આરોપી બાર વર્ષ જેલમાં રહ્યા બાદ હાલ આરોપી જીતેન્દ્ર ગજીયા જામીન પર બહાર હતો ત્યારે બીજો ગુનો આચર્યો છે આરોપીએ ગુનાને દ્રશ્યમ ફિલ્મ ની જેમ સ્ક્રિપ્ટેડ રીતે અંજામ આપ્યો છે જો કે મૃતક જીતેન્દ્ર કૈલા ના પરિવારજનો ને શંકા પડતા પોલીસને સમગ્ર હકિક્કત જણાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી હાલ મોરબી પોલીસે આ ચકચારી મચાવનારા હત્યાકાંડ ને પર્દાફાશ કરી ફિલ્મ અને રિયલ લાઇફ વચ્ચે મોટી ભેદરેખા છે એ સાબિત કરી દીધું છે.સાથે સાથે મૃતકના પરિજનોને પણ મોરબી પોલીસનો આભાર માન્યો છે.