હરિયાણાથી 6,876 બોટલ વિદેશી દારૂ જૂનાગઢના બુટલેગરને ડીલીવરી આપે તે પહેલાં એરપોર્ટ પોલીસે ઝડપી લીધો: દારૂ, ટ્રક અને મોબાઇલ મળી રૂા.26.56 લાખનો મુદામાલ કબ્જે

વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ દ્વારા ધોસ બોલાવી લીસ્ટેડ બુટલેગર સહિતના શખ્સોની પોલીસે ધરપકડ કરી લાખોનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો છે. ત્યારે એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ બામણબોર ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે રૂા.18.55 લાખની કિંમતની 6,876 બોટલ વિદેશી દારૂ સાથે હરિયાણાના ટ્રક ચાલક મળી આવતા તેની ધરપકડ કરી પૂછપરછ કરતા વિદેશી દારૂ હરિયાણાથી જૂનાગઢ લઇ જઇ રહ્યાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ. જી.એમ.હડીયા, પી.સ.આઇ. આર.એન.સાકળીયા, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રભાઇ ચૌહાણ, અશોકભાઇ કલાલ અને મહાવીરસિંહ ચુડાસમા સહિતના સ્ટાફ ગતરાતે બામણબોર ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે જી.જે.7વાયઝેડ 6868 નંબરના ટ્રક ચાલકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી રૂા.18.55 લાખની કિંમત 6,876 બોટલ વિદેશી દારૂ મળી આવતા હરિયાણાના અંબાલા જિલ્લાના કુલ્લડપુર ગામના ટ્રક ચાલક સુખવીન્દ્રસીંધ ઉર્ફે મનોજ મનમોહનસિંધ મુલતાની નામના શખ્સની ધરપકડ કરી છે.

પોલીસે રૂા.18.55 લાખની કિંમતની 6876 બોટલ વિદેશી દારૂ, રૂા.8 લાખની કિંમતનો જી.જે.7વાયઝેડ. 6868 નંબરનો ટ્રક, મોબાઇલ અને એરટેલનો ડોન્ગલ મળી રૂા.26.56 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલક સુખવીન્દરસીંધ ઉર્ફે મનોજની પૂછપરછ કરતા તે વિદેશી દારૂ ભરેલો ટ્રક હરિયાણાથી જૂનાગઢ લઇ જતો હોવાની કબુલાત આપી છે. જયારે મેટોડા ખાતે રહેતા જય ધીરૂ ભીમાણી નામના શખ્સને રૂા.14,400ની કિંમતની 48 બોટલ વિદેશી દારૂ સાથે એસઓજી સ્ટાફે કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્ષ સિનેમા પાસેથી ધરપકડ કરી રૂા.40 હજારની કિંમતની રિક્ષા કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.