- દૂધસાગર ડેરી સાથે જોડાયેલી 17 ખાનગી કંપનીઓના નામે 320 કરોડોના બોગસ વ્યવહારમાં એ.સી.બી. દ્વારા તપાસનો ધમધમાટ
- ડેરીના ચેરમેન દરમિયાન મોટી રકમ અમેરિકા ટ્રાન્સફર કરી હોવાનું ખુલ્યુ
- મોટી રાત્રે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી: રાજકીય આલમમાં સન્નાટો
મધ્ય ગુજરાતની દૂધ સાગર ડેરીમાં આર્થિક કૌભાંડના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગાંધીનગર નિવાસસ્થાનેથી સાથે તેના પી.એ. સહિત બંનેની ધરપકડ કરી મહેસાણા લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા રૂા.320 કરોડના બોગસ વ્યવહારના મામલે તપાશનો ધમધમાટ આદર્યો છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વિપુલ ચૌધરીની ધરપકડથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ મામલે આગામી દિવસોમાં રાજકીય પડઘા પડે તો નવાય નહી.
વધુ વિગત મુજબ મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીનો પાયો નાખનાર માનસિંહ ચૌધરીના પુત્ર અને ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ ડેરી સાથે જોડાયેલી 17 ખાનગી કંપનીઓના નામે આશરે 320 કરોડના બોગસ વ્યવહારના મામલે ગાંધીનગર સ્થિત બંગલેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી સાથે તેના પી.એ.શૈલેષ પરીખને પણ ઉઠાવી લઇ બંનેની મહેસાણા લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા આર્થિક મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
રાજ્યની 33 પૈકી 32 ડેરીઓનો કબ્જો ભાજપ પાસે હતો અને માત્ર મહેસાણાની દુધ સાગર ડેરી પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી પાસે હતો. પરંતુ દૂધ સાગર ડેરીના કર્મચારીઓના બોનસમાં કથિત કૌભાંડના મામલે ધરપકડ કરી હતી. થોડા સમય બાદ ભાજપે દુધ સાગર ડેરી પર કબ્જો જમાવ્યો હતો.
મહેસાણા દુધસાગર ડેરીના કરોડોના કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે સીઆઇડી ક્રાઇમ 21000 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું છે અને કેસ સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે ડે-ટુ ડે ચાલી રહ્યો છે.
વિપુલ ચૌધરીએ ડેરીના ચેરમેન દરમિયાન આચરેલા આર્થિક કૌભાંડની તપાશમાં પુરાવા મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોડી સાંજે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી મહેસાણા એ.સી.બી. શાખા દ્વારા તેના પી.એ. શૈલેષ પરીખ સાથે પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે આગામી દિવસોમાં કડાકા ભડાકા સર્જાય તો નવાય નહીં. વિપુલ ચૌધરીની ધરપકડથી રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય આલમમાં ચર્ચાતી મોડી રાત્રે કેમ વિપુલ ચૌધરીની ધરપકડ કરવાની જરૂર પડી છે.
મધ્ય ગુજરાતની વિધાનસભાની 12થી વધુ બેઠકો પર ચૌધરી જ્ઞાતિનું વર્ચસ્વ રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી વિપુલ ચૌધરી અર્બુદા સેનાના નામે રાજકીય સભાઓ ગજવી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી રહી છે. રાજકીય કદ વધી રહ્યું હોવાથી આ ધરપકડ કરવામાં આવી રહ્યાની તરેહ તરેહની ચર્ચા ચાલી રહી છે.
ભાજપ પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવી અને શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે વિપુલ ચૌધરી બાપુ સાથે ગયેલા અને રાજ્યની સરકાર વેળાએ તેને ગૃહરાજ્ય મંત્રી બનાવ્યા હતા. વિપુલ ચૌધરીના પિતા અને શંકરસિંહ વાઘેલાના નિકટનો ધરોબો છે.
વિપુલ ચૌધરીએ દુધસાગરના ચેરમેન દરમિયાન દુધસાગર ડેરી સાથે જોડાયેલી કેટલીક ખાનગી કંપનીઓના નામે કરોડો રૂપિયાની હેરાફેરી કરી અને અમેરિકા ટ્રાન્સફર કર્યાનું બહાર આવતા તપાશના ધમધમાટ આદર્યો છે.
- પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દ્વારા અર્બુદા સેનાની સ્થાપના
કરવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા જ જિલ્લા સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની એકતા દર્શાવવા રેલી પણ યોજાઇ હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે શૈલેષ પટેલ તેમજ અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે મનીષ પટેલની વરણી કરવામાં આવી હતી. આ તકે અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીએ સમાજને એકતાની હાકલ કરી હતી.
હાલ દૂધ સાગર ડેરીમાં આર્થિક વ્યવહારમાં છેડછાડ કરવા મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ચૌધરી અને તેના પીએની ધરપકડ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
- વિપુલ ચૌધરી ના પિતાએ જ દૂધ સાગર ડેરીની કરી હતી સ્થાપના
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના પિતા માનસિંગ ચૌધરી દ્વારા મહેસાણા ખાતે દૂધસાગર ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. બાદ વિપુલ ચૌધરીએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને તેઓ ઘણાં સમય સુધી દૂધસાગર ડેરીના ચેરમેન રહ્યા હતા પરંતુ 2019 માં વિપુલ ચૌધરી દ્વારા સાગરદાણ કેસ કરવામાં આવ્યો હતો તેમાં તેને કરોડો રૂપિયાનું કુંભાર આચાર્ય હોવાનું સામે આવતા તેના ઉપર ચાલ્યો હતો જેથી થોડા સમય બાદ દૂધ સાગર ડેરીના ચેરમેનની ચૂંટણી થતા તેઓને તેમાં હાર મળી હતી