બીમાર બહેનની મદદે આવેલી નાનીબેન બની બનેવીનો હવસનો શિકાર
બીમાર બહેનની મદદ માટે આવેલી નાની બહેન પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેનાર બનેવીની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
જામનગર શહેરમાં બીમાર બહેનના ઘરે મદદ માટે આવેલી નાની બહેન પર બનેવીએ આઠ માસ પહેલા ધાક-ધમકી આપીને દુષ્કર્મ ગુજારીને આઠ માસનો ગર્ભ રાખી દીધો હતો. જેમાં બનેવી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. તેમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. શહેરમાં રહેતી મોટી બહેન બીમાર હોવાથી આઠ માસ પહેલા નાની બહેન મદદ માટે આવી હતી. ત્યારે મોટી બહેનના પતિએ જ સાળી ઉપર નજર બગાડી હતી અને. સાળીને ધાક ધમકી આપીને બે થી ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ તેણી માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. બે દિવસ પહેલા તેણીને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેણીને આઠ માસનો ગર્ભ હોવાનું જણાવતા યુવતીના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ યુવતીએ સીટી એ ડીવીઝનમાં બનેવી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અંગેની તપાસ મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવતાપીઆઇ આર.બી.ગઢવી અને પી.એસ.આઇ યુ.આર. ભટ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આરોપી બનેવીએ પોલીસે કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.