- કુખ્યાત રફીક સાંધ અને પુત્ર જીહાલ સાંધના હત્યારાઓને એલસીબી ટીમે અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા
વંથલીના રવની ગામે થયેલી બેવડી હત્યાના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ચકચારી રવની ડબલ મર્ડર કેસમાં એલસીબીને મોટી સફળતા સાંપડી છે. કુખ્યાત રફીક સાંધ અને જીહાલ સાંધની હત્યામાં સંડોવાયેલા તમામ સાતેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી સફળતા અંગે એસપી હર્ષદ મહેતા ચારેક વાગ્યાં આસપાસ મીડીયાને બ્રિફ કરનાર છે. જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામે ગત તા. 10 મેની મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. વંથલી ગામની સીમમાં રહેતા રફીક આમોદ સાંધને બન્ને આંખમાં તેમજ તેના પુત્ર જીહાલ સાંધને સાઠળના ભાગે ગોળી ધરબીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ હત્યાના બનાવ અંગેની જાણ થતા વંથલી પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા જૂનાગઢ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચને મામલામાં મોટી સફળતા સાંપડી છે.
ડબલ મર્ડરની ઘટનામાં રહીમ ઉર્ફે ખુરી ઇસાભાઈ સાંધ, જુમાં હબીબ સાંધ, હનીફ ઈસ્માઈલ સાંધ, અબ્દુલ ઉર્ફે ઈબ્રાહીમભાઇ સાંધ, ઈસ્માઈલ ઇબ્રાહીમભાઇ સાંધ, પોલાભાઈ યુસુફભાઈ સાંધ, હુસેન અલારખા સાંધ વાડીની બાજુમાં આવેલ વોંકળામાં છુપાઈ ગયા હતા. આ તમામ આરોપીઓએ એક સંપ કરી બંદૂક, લાકડી અને લોખંડના પાઇપ જેવા હથિયારથી મૃતક પિતા-પુત્ર પર બંદૂક વડે ફાયરિંગ કરી હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં ઘટના સ્થળ જ પિતા-પુત્રના મોત થયા હતા. જે મામલે મૃતક રફિકભાઈના કાકા હુસેન સાંધે વંથલી પોલીસ સ્ટેશનમાં હત્યામાં સંડોવાયેલા 7 આરોપીઓ વિરુદ્ધ ગેર કાયદેસર મંડળી રચી ગુનાહિત કાવતરું કરી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. મૃતકના કાકાની ફરિયાદના આધારે જુનાગઢ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા બાદ રૂરલ એલસીબીની ટીમે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત 8/3/2023 ધુળેટીની રાત્રે રવનીના સલીમ સાંધની છાતીમાં ગોળીઓ ધરબી હત્યા કરવામાં આવી હતી. તે હત્યાનો બદલો લેવા આ પિતા-પુત્રની હત્યા થઈ હોવાનું પોલીસે અગાઉ જણાવ્યું હતું.રવની ગામના સલીમ સાંધની ધુળેટીના દિવસે હત્યા કરવામાં આવી હતી. તે હત્યાના ગુનામાં લતીફ અબ્દુલ સાંધ અને તેના કુટુંબી ભાઈ મુસ્તાક હનીફને પોલીસે ઝડપી પાડ્યા હતા. સલીમ સાંધ જે રસ્તેથી નીકળવાનો હતો તે રસ્તાની બાતમી રવની ગામે રહેતા જીહાલ સાંધે આરોપી લતીફ અબ્દુલ સાંધ અને મુસ્તાક દલને આપી હતી. જે ગુનામાં પોલીસે જીહાલ સાંધને ઝડપી પાડ્યો હતો. થોડા મહિનાઓ પહેલા જ જીહાલ સાંધ જામીન પર છૂટ્યો હતો.
મૃતકના સગા હુસેન સાંધે જણાવ્યું હતું કે, અમે વાડીએથી વારુ(ભોજન) કરી બીજી વાડીએ આવતા હતા. રફીક આગળ હતો અને તેની પાછળ જીશલો (જીહાલ) હતો. હું આ બંનેની પાછળ હતો. એવામાં જ ફાયરિંગ થયું હતું. રફીક અને જીહાલ પર ગોળીઓ ધરબાવવામાં આવી હતી. જેથી તે બન્નેની હત્યા થઈ હતી. જેથી હું ત્યાંથી ભાગી ગયો હતો. સલીમની જે હત્યા કરવામાં આવી હતી તેમાં અમારો દીકરો જીહાલ હત્યા કરવાની મદદગારીમાં હતો. સલીમની હત્યા બાદ અમારે દુશ્મની બંધાઈ હતી. અમારા દુશ્મનોએ જ પિતા-પુત્રની હત્યા કરી છે. અગાઉ કેશોદ ડીવાયએસપી બી.સી ઠક્કરે જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડરનો બનાવ બન્યો છે. જેમાં રફિકભાઈ આમદભાઈ સાંધ, અને તેના પુત્રની જિહાલ સાંઘની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ બનાવના કારણની જો વાત કરવામાં આવે તો ગત તા.8/3/2023 ના ધુળેટીની રાતે એક હત્યા થઈ હતી. જે હત્યામાં મૃતક જીહાલ સાંધે રવનીના સલીમ સાંધની હત્યાના આરોપીઓને બાતમી આપી હતી. જે બાબતનો ખાર રાખી પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે.
દાયકા પૂર્વે કારની ટક્કરથી બે કુખ્યાત પરિવારો વચ્ચે રોપાયેલો વેર થંભવાનું નામ જ નથી લેતો
વંથલી તાલુકાના રવની ગામે બે કુખ્યાત પરિવારો વચ્ચે દાયકા જૂનો વેર છે. આશરે 12 વર્ષ પૂર્વે જુસબભાઈ અને અબ્દુલભાઈની કાર વચ્ચે ટક્કર થઇ હતી. એવુ કહેવાય છે કે, અબ્દુલભાઈએ જાણી જોઈને માથાકૂટના ઇરાદે મંડળી રચી ટક્કર મારી હતી. જે બાદ સલીમ સાંધે અબ્દુલ સાંધ અને ભાડેર ગામના એક પટેલની હત્યા નીપજાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, જુસબભાઈ અને અબ્દુલભાઈ માસીયાઈ ભાઈઓ છે. જે બાદ બંને પરિવારો વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. પરંતુ અબ્દુલ સાંધના પુત્ર લતીફે ધુળેટીની રાત્તે સલીમ સાંધની હત્યા નીપજાવી વેર વાળ્યો હતો. આ મામલામાં બાતમી આપમાન જીહાલ વિરુદ્ધ વેર બંધાતા બંને પિતા-પુત્રની હત્યા નીપજાવી દેવામાં આવી છે.
સલીમ સાંધની બાતમી આપવા બદલ જીહાલ અને રફીકને મોતને ઘાટ ઉતારી દેવાયા’તા
કેશોદ ડીવાયએસપી બી.સી ઠક્કરે જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડરનો બનાવ બનેલ છે. જેમાં રફિકભાઈ આમદભાઈ સાંધ અને તેના પુત્રની જિહાલ સાંધની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. આ બનાવના કારણની જો વાત કરવામાં આવે તો ગત તા.8/3/2023 ના ધુળેટીની રાતે એક હત્યા થઈ હતી.જે હત્યામાં મૃતક જીહાલ સાંધે રવનીના સલીમ સાંધની હત્યાના આરોપીઓને બાતમી આપી હતી. જે બાબતનો ખાર રાખી પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે. આ હત્યાની ઘટના મામલે વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સલીમ સાંધની હત્યામાં મદદગારી કર્યાનો ખાર રાખી પિતા-પુત્રની હત્યા
ગત રાતે વંથલીના રવની ગામમાં થયેલ ડબલ મર્ડર મામલે મૃતક રફીક સાંધના કાકા હુસેન ઉમરભાઈ સાંધે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, મૃતક રફીકના દીકરા જીહાલે એકાદ વર્ષ પહેલા સલીમ સાંઘની હત્યા કરનાર આરોપીઓને સલીમનું લોકેશન આપ્યું હતું. જે બાબતનું મનદુ:ખ રાખી આરોપી હુસેન અલારખાએ સાંધે ફરિયાદી અને શરીફ ભાઈ તથા હબીબભાઈને અગાઉ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.