ઇમ્તીયાજ ઉર્ફે લાલો રાઉમાની ગેંગ સામે રાજકોટમાં પ્રથમ વખત ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ કાર્યવાહી કરી’ તી
એઝાજ બ્લોચ સામે મારામારી, જુગાર, હત્યાની કોશિષ, લૂંટ, હથિયાર અને દા સહીતના ૧પ ગુના નોંધાયા : ૧૧ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ’તી
ખુન, ખુનની કોશિષ, લુંટ અને ફાયરીંગ સહિત ૧૫થી વધુ ગુનામાં સંડોવાયેલા લાલા ગેંગ સામે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ઇમ્તીયાઝ ઉર્ફે લાલા રાઉમા ગેંગ સામે ગુજકોક કાયદા હેઠળ રાજકોટમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા જુનાગઢનો એજાજ ફારૂક બ્લોચને થોરાળા પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી સંગઠીત ગેંગ સામે કસંજો કસવા રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં ટેરટીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજકોક) નામનો કાયદો અમલ આવેલો હતો. રાજકોટ શહરેમાં સુલેહ શાંતિ જળવાય રહે તે હેતુ માટે દુધ સાગર રોડ પરના નામચીન ઇમ્તીયાઝ ઉર્ફે લાલો રાઉમાની ગેંગ સામે પોલીસ કમિશ્નર દ્વારા સૌ પ્રથમ ગુજકોક કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરતા ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં સંગઠીત ગેંગ દ્વારા શાન્તી ડહોળી મારામારી, જમીન દબાણ અને આર્થિક ગુનાઓ આચરતી ગેંગ સક્રિય થઇ હોવાની શહેર પોલીસને મળેલી બાતમીના આધારે દુધ સાગર રોડ પર રહેતો ઇરફાન ભીખુ રાઉમા તેની ગેંગ દ્વારા અસંખય ગુનાઓ આચર્યાનું ઘ્યાને આવ્યું હતું.
પોલીસે ઇરફાન ભીખુ રાઉમા શેરજાદ ઉર્ફે ગોટીયો હનીફ જુલાણી, ઇમરાન હનીફ કડીયા, ફારુખ સલીમ મૈણ, જાવીદ ઉર્ફે જાંબુ ઇબ્રાહીમ દાઉદાણી અને શબ્બીર ઉર્ફે શબ્બો ઇકબાલ અબ્બાસી ની ધરપકડ કરી જયારે ઇમ્તીયાઝ ઉર્ફે લાલો ભીખુ રાઉમાં અને એઝાઝ ફારુખ બ્લોચ સહિત બન્ને જેલમાંથી કબ્જો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે ઇમ્તીયાઝ ઉર્ફે લાલા ગેંગનો જુનાગઢના જેલ રોડ પર મતવા વાડમાં રહેતો એજાજ ફારૂક બ્લોચ નામના શખ્સ સામે ગુજકોક હેઠળ પણ ગુનો નોંધાયેલ હોય જેને ઝડપી લેવા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એ.એલ. બારસીયા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમ હતા ત્યારે જુનાગઢના એઝાજ બ્લોચ પોતાના ઘરે આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે એઝાજ બ્લોચને ઝડપી લઇ પ્રાથમીક તપાસમાં હથીયારમાંથી ફાયરીંગ કરી હત્યાની કોશીશ નો ગુનો થોરાળા પોલીસ મથકમાં નોંધાયો હતો. ઉપરાંત જુનાગઢ શહેરમાં હત્યાની કોશીશ, મારામારી, જુગાર, દારૂ અને લુંટ સહીતના ૧૩ ગુનામાં સંડોવાયેલુ બહાર આવ્યુ છે.