રાજકોટ શહેરમાં ગુરુ શિક્ષકના સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો પોલીસ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થિની બે દિવસ પહેલા ગુમ થઈ હતી. જેમાં વિદ્યાર્થિનીનું તેના જ શિક્ષક દ્વારા લગ્નની લાલચે અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતા ચકચાર મચી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા મૂળ જામકંડોરણાના દળવી ગામનો અને હાલ રાજકોટ રહેતા આરોપી અભિષેક પંડયાની ધરપકડ કરી છે.જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ શિક્ષકના બે માસ બાદ લગ્ન હતા તેના પહેલા તેને આ પ્રકારનું પોતપ્રકાશના સમગ્ર પંથકમાં ફિટકાર વસ્યો છે.
જામકંડોરણાના દળવી ગામ શિક્ષકે સગીરાને લગ્નની લાલચ આપી બે દિવસ પૂર્વે અપહરણ કરી બળાત્કાર ગુજારયો
ખાનગી સ્કૂલમાં સંસ્કૃતના શિક્ષકે પોતાના લગ્નના બે માસ પૂર્વે જ પોત પ્રકાશયું
મળતી વિગત મુજબ બે દિવસ પૂર્વે યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીનું કોઈ અજાણયો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં પોલીસે આ ગુનામાં વિદ્યાર્થિનીનું અપહરણ તેની જ સ્કુલનો શિક્ષક અભિષેક પંડયા જ વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાસી છુટયો હોવાનું અને તેના ઘેર લઈ જઈ દુષ્કર્મ આચર્યાનું ખુલતા પોલીસે પોસ્કો સહિતની કલમ ગુનામાં ઉમેરી શિક્ષકની ધરપકડ કરી છે. શહેરમાં રહેતી યુવતી માતાને ફ્લેટ નીચે ફટાકડા ફોડવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં માતા નીચે ઉતરતા પુત્રી જોવા ન મળતા આસપાસ તપાસ કરી હતી. પણ તે મળી નહોતી.જેથી પરિવારના અન્ય સભ્યો સાથે શોધખોળ કર હતી પણ કોઈ ભાળ નહી મળતા યુનિવર્સિટી પોલીસ મથકમાં તેની સગીર વયની પુત્રીનું અજાણ્યો આરોપી અપહરણ કરી નાસી છુટયાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પી.આઇ બી.પી. રજયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ રત્ન, પીએસઆઇ ભરવાડ સહિતના એ પોતાની જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી.
જેમાં મૂળ જામકંડોરણાના દળવી ગામનો અને હાલ ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો અને રાજકોટમાં જામનગર રોડ પર નાગેશ્વરમાં ફ્લેટમાં રહેતા અભીષેક વિમલ પંડયા સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. તે સ્કૂલમાં છ માસથી સંસ્કૃત-ગુજરાતી વિષય ભણાવતો હતો અને અગાઉ ન્યારાના પાટીયા પાસે આવેલી સ્કુલમાં નોકરી કરતો હતો. ત્યાં સ્કુલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને ભોળવી લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ આચર્યું હોવાથી પોક્સોની કલમ ઉમેરવા તજવીજ હાથધરી છે.જ્યારે પોલીસ દ્વારા આરોપી અભિષેક પંડ્યા ની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેના બે માસ બાદ લગ્ન થવાના હતા. ત્યારે તેને આ માત્ર 14 વર્ષની સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી તેના ઘરેથી તેનો અપહરણ કરી તેના પર દુષ્કરમાં ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા છે.