બસ સ્ટેશન, ત્રિકોણબાગ અને હોસ્પિટલ ચોકમાંથી રિક્ષામાં  બેઠેલા  મુસાફરની નજર ચૂકવી પાંચ મોબાઈલ સેરવી લીધાની કબુલાત

પાંચ મોબાઈલ, રિક્ષા અને  રોકડ મળી ભકિતનગર પોલીસે રૂ.1 લાખનો મુદામાલ કબ્જે કર્યો

બસ સ્ટેશન, ત્રિકોણબાગ અને હોસ્પિટલ ચોકમાંથી રિક્ષામાં  પેસેન્જર   બેસાડી   મુસાફરની  નજર ચૂકવી   મોબાઈલ સેરવી લેતી ગેંગના ત્રણ શખ્સોને કોઠારીયા રોડ પરથી ભકિતનગર પોલીસે  ધરપકડ કરી તેની પાસેથી  રિક્ષા, મોબાઈલ અને રોકડ મળી રૂ. 1 લાખનો   મુદામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા  , રામનગરના  સહિત  દિલાવર બાંભણીયા, ભગતીપરા પાસે આવેલ પરસોતમ પાર્કના રમઝાન ઉર્ફે રમજુ ંહુસેન મલેક અને મોરબી રોડ પરના રઘુવીર  પાર્કના મહેશ ઉર્ફે  અજય કિશોર ગોસ્વામી નામના શખ્સો  પોતાની  રિક્ષામાં  બેસતા પેસેન્જરની નજર ચૂકવી પર્સ અને મોબાઈલ સેરવી લેતા હોવાની  અને ત્રણેય શખ્સો  કોઠારીયા રોડ પર જી.જે.3 એ.એકસ. 3818 નંબરની રિક્ષા લઈને   આવ્યાની  ભકિતનગર પોલીસને  બાતમી મળી હતી.

બાતમીનાં આધારે ભકિતનગર પી.આઈ.  મયુરધ્વજસિંંહ સરવૈયા, પી.એસ.આઈ.  એચ.એન. રાયજાદા,  કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા,  યોગીરાજસિંહ જાડેજા અને વિશાલ દવે સહિતના સ્ટાફે ત્રણેય શખ્સોની  છેલ્લા છ માસ દરમિયાન હોસ્પિટલ ચોક, ત્રિકોણ બાગ અને બસ સ્ટેશન પાસેથી  પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી મોબાઈલ  અને પર્સ નજર ચૂકવી  સેરવી લીધાની કબુલાત આપી છે.  પોલીસે ત્રણેય શખ્સો પાસેથી રિક્ષા, પાંચ મોબાઈલ  અને રોકડ  મળી એક લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

રામનગરના રિક્ષા ચાલક રાહિલ બાંભણીયા થોરાળા પોલીસ મથકમાં બે ગુનામાં  ઝડપાયો છે.  જયારે ભગવતીપરા પાસેના  પરસોતમ  પાર્કના  રમજાન ઉર્ફે રમજુ મલેક  થોાળા, ગાંધીગ્રામ  ભકિતનગર અને આજી ડેમ પોલીસે જુગાર અને  ચોરીના  ગુનામાં  ધરપકડ કરી છે. ત્રણેય શખ્સો  વધુ ચોરીના  ગુનામાં   સંડોવાયાની શંકા સાથે પોલીસે   રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.