લખતર તાલુકાના ઢાંકી ગામના મફાભાઈ અને દેવાભાઈ ની ગાયો રાત્રીના સમયે વાવાઝોડા માં ઘરે તેઓના સગાની તબિયત સારી નાહોય તેમની સારવારમાં હોય તેમના ફળીયામાં રહેલ તેમના માલઢોર ઘરેથી નીકળી ગયા હતા ત્યારે તેઓએ બહાર આવી જોતા તેમના માલઢોરના ફળીયામાં નાહોય અને વાવાઝોડું હોય તેઓ ઘર બહાર નીકળી નહિ શકેલ ત્યારે સવારે વાવાઝોડું ધીમું પડતા તેઓ તેમની ગાયો ગોતવા નીકળ્યા હોય તેમને ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે તેમની ગાયો ઢાંકી છારદ રોડ પર મૃત હાલત મા પડી છે આથી સ્થાનિક આગેવાન પ્રભુભાઈ મકવાણા દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારી લખતર મામલતદાર  ને જાણ કરતા તેઓએ લખતર વેટનરી ડોકટર ને તપાસ કરી ગાયોના મૃત્યુનું કારણ જણાવવા જાણ કરી ઘટના સ્થળે મોકલ્યા હતા

સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર પશુઓના શંકાસ્પદ રીતે મોતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામની સીમમાં મોટી સંખ્યામાં ગાયોના મોત નીપજતાં પશુપાલકો સહિત જીવદયાપ્રેમીઓમાં પણ શોકની લાગણી જોવા મળી હતી અને આ અંગે તંત્રના અધિકારીઓને જાણ કરી હતી. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ઢાંકી ગામની સીમમાં ગાય અને વાછરડા સહિત અંદાજે 11 જેટલાં પશુઓ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં જે અંગેની જાણ આસપાસના ગ્રામજનોએ પશુમાલિકોને કરવામાં આવી હતી.આથી ગામના આગેવાન પ્રભુભાઈ મકવાણાએ ઘટના સ્થળે પહોંચી આ મામલે સ્થાનીક અધિકારીઓને જાણ કરી હતી આથી લખતર મામલતદાર પલકબેન ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, તલાટી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને પશુઓના મોત અંગે વધુ તપાસ હાથધરી હતી તેમજ લખતર પશુ ડો. બી.બી.પટેલને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને મૃત પશુઓનો કબ્જો લઈ પીએમની તજવીજ હાથધરી હતી.

જ્યારે આ મામલે પશુ ડોક્ટરના જણાવ્યા મુજબ તમામ ગાયોનું કોઈ ખોરાક ખાવાથી તેની ઝેરી અસરથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું જો કે પશુઓના મોત પાછળ સાચું કારણ પીએમ રીપોર્ટ બાદ જ માલુમ પડશે. આમ લખતર તાલુકાના ઢાંકી ગામની સીમમાં મોટીસંખ્યામાં અબોલ પશુઓના મોત નીપજતાં પશુમાલીકો સહિત જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ ઉપરાંત લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પણ વરસાદી વાતાવરણના વિજટ્રાન્સફોર્મરના થાંભલા સાથે અડી જવાથી વિજશોક લાગતાં એક ગાયનું મોત નીપજયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.