આરોપી પિતા-પુત્ર નાસી છુટયા
માંગરોળમાં શ્રાવણ માસમાં જ પોલીસે કતલખાનું ઝડપી લઈ ૨૦૦ કિ.ગ્રા. ગૌવંશનું માંસ કબ્જે કર્યુ છે. જયારે આરોપી પિતા,પુત્ર નાસી છૂટયા છે. પશુ ક્રુરતા નિવારણ તથા પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ :- આજે વહેલી સવારે શહેરના નવાપરા ખાટકીવાડા વિસ્તારમાં રહેતા હનીફ ઉર્ફે વલો આહમદ શેખ તથા તેનો દિકરો ઈબ્રાહીમ ઉર્ફે ઈબલાએ ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરી મટનનો જથ્થો પોતાના રહેણાંક મકાનમાં તથા તેની બાજુમાં આવેલ કબજા ભોગવટાની દુકાનમાં રાખ્યો હોવાની પીએસઆઈ આર.જે.રામને બાતમી મળી હતી. જેના આધારે એએસઆઈ એન.આર.વાઢેર, પો.કો. મેરામણભાઈ સહિતના પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા ઘટના સ્થળેથી ૩૦ હજારની કિંમતનું ૨૦૦ કિ.ગ્રા. ગૌવંશ માંસ, લોખંડનો કોયતો, છરી, ત્રાજવા, વજનીયા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે આરોપી પિતા, પુત્ર મળી આવ્યા ન હતા.