- મોદી મંત્ર-2: સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાસવાદના સફાયા માટે સર્જિકલ સ્ટ્રાઇક
- વિદેશ સ્થિત ડ્રગ્સ માફિયાને મદદરૂપ થતા હોવાની શંકા અને દેશ વિરોધી પ્રવૃત્તિ ડામવા તંત્ર સજ્જ
- પીએફઆઇ અને ડ્રગ્સની હેરાફેરીથી થતી કાળી કમાણી ત્રાસવાદીના પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના અર્થતંત્રને વધુ સુદ્રઢ બનાવવાની સાથે સાથે સુરક્ષિત બનાવવા શરૂ કરેલી ઝુંબેશ અતંર્ગત ત્રાસવાદના સફાયા માટે પીએફઆઇ દ્વારા વિદેશી ફંડ ત્રાસવાદીઓને પુરૂ પાડવામાં આવતું હોવાથી પીએફઆઇ સહિત નવ સંગઠન પર પાંચ વર્ષ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા બાદ સૌરાષ્ટ્રના સાગર કિનારે મળી આવતા બીનવારસી ચરસના જથ્થામાં કેટલા સ્થાનિક શખ્સોની સંડવણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવા શંકાસ્પદ જણાતા ધાર્મિક, કોમર્શિય અને રહેણાંક મકાન અનઅધિકૃત હોવાથી બુલડોઝર ફેરવી ધ્વંશ કરવાની ઝુંબેસ શરૂ કરી છે. બેટ દ્વારકામાં ત્રણ ધાર્મિક સ્થળ સહિત 50, ગીર સોમનાથમાં 12 અને પોરબંદરમાં 8 ગેર કાયદે બાંધકામ તોડી પાડયા છે. જેના કારણે ત્રાસવાદીઓને આડકતરી રીતે મળતી આર્થિક મદદ બંધ થઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
રાષ્ટ્રિની સલામતિ માટે સંવેદશનશીલ સૌરાષ્ટ્રના દરિયાઇ માર્ગ માટે સુરક્ષા તંત્ર દ્વારા સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ દરિયા કિનારે વસવાટ કરતા દેશના ગદારોને તોડી પાડવા તેના ગેર કાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી ધ્વંશ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલીશન કાર્યવાહી કરી ત્રણ ધાર્મિક સ્થળ સહિત 50 બાંધકામ તોડી રૂા.4 કરોડની કિંમતની 1.80 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. ડ્રગ્સ કિલર રમઝાન પલાની બંધુના બાંધકામ કામ તોડી પાડવામાં આવ્યા છે. આ રીતે જ પોરબંદરના દરિયા કાંઠે આવેલા ગોસા અને નવાગામ ખાતે કેટલાક ગામોમાં ગેર કાયદે મકાનો અને દુકાનો તોડી પાડયા હતા. જેમાં ગોસાબારા ખાતે 1993 મુંબઇ બોમ્બ બ્લાસ્ટ માટે આરડીએકસનું લેન્ડીગ થયું હતું. ગોસા અને નવાગામ ખાતે થયેલા ડીમોલીશનના કારણએ મેમણવાડા વિસ્તારમાં લઘુમતિ સમાજનું મોટુ ટોળુ એકઠું થઇ ડીમોલીશનનો વિરોધ કરતા જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જ્યારે દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે થયેલા ડિમોલીશનની તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહીને વિશ્ર્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ડાંગરીયા અને મહિલા અધ્યક્ષ હિનાબેન અગ્રવાલ આવકારી ગૌચરની જમીન ખુલ્લી કરાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ દેશદ્રોહીઓનો ખત્મો બોલાવવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ટીમ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં 12 જેટલા કોમર્શિય અને રહેણાંક મકાન પર બુલઝોડર ફેરવી તોડી પાડવામાં આવ્યા છે.
બેટ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ ચાલતા ડિમોલીશન કાર્યવાહી અંગે કેન્દ્રીય મંત્ર અમિત શાહે એક સંબોધનમાં જણાવ્યું હતું કે, દ્વારકામાં ભગવાન કૃષ્ણની નગરી છે. ત્યાં બીજુ કોઇ અનઅધિકૃત બાંધકામ ન હોવું જોઇએ જ્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ ડિમોલીશન કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા હજી ઘણું કરવાનું બાકી છે.