આરોહી પટેલ એક ભારતીય અભિનેત્રી છે જે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરે છે. સંદીપ પટેલ તેમના પિતાની ફિલ્મ “મોતી ના ચોક રે સપના મા દીથામાં” બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. આજે તે અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણીએ હાલ જ તેના ઇન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તેમાં તેણીએ બ્લુ વનપીસ અને તેમાં વ્હાઇટ કલરનું વર્ક કરેલ વનપીસ પહેર્યું છે. તેમાં તેણી અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ કેપ્સનમાં લખ્યું છે કે, “One day to go for #AjabRaatNiGajabVaat Need your blessings and love.”
આરોહી પટેલે શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તેણીના ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. તેણી આ લૂકમાં ખૂબ જ ગોર્જિયસ અને બ્યૂટીફૂલ લાગી રહી હતી. આ વનપીસ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ હાથમાં બ્રેસલેટ પહેર્યું છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ લગાવ્યો છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.