વસુદેવ કુટુમ્બકમની ભાવનાને ઉજાગર કરનાર ભારતના મિત્રો અને સત્રુઓ વચ્ચે પાતળી ભેદરેખા પ્રવર્તી રહી છે ત્યારે મ્યાનમારની લોકતાંત્રીક વ્યવસ્થા માટે વર્ષોથી ઝઝુમતા આંગ સાન સૂકી લોકતંત્ર માટે લડત ચલાવી રહ્યાં છે. આતંકી પ્રવૃતિઓને લોકતાંત્રિક વ્યવસ્થાને ખેદાન-મેદાન કરનારા તત્ત્વો સામે ઝઝુમનારી સૂકી પર સેનાએ તરાપ મારી છે. ભારતે આ અગાઉ પણ મ્યાનમારની હિફાજત માટે સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી અને લોકતાંત્રીક વિરોધી પરિબળોને સબક શીખવ્યો હતો. સેનાએ મ્યાનમારની લોકશાહી પર તરાપ મારીને સૂકીને ગીરફતાર કરી લીધા છે. તેવા સંજોગોમાં ભારત માટે ખતરાના સંજોગો વચ્ચે સાવચેત રહેવાનો સમય આવી ગયો છે.
10 વર્ષ પહેલાં ડેમોક્રેસી સિસ્ટમ અપનાવનાર મ્યાનમારમાં ફરી સૈન્ય શાસન પરત આવ્યું છે. સેનાએ સોમવારે વહેલી સવારે દેશની સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ, પ્રેસિડેન્ટ યુ વિન મિંટની સાથે ઘણા સિનિયર નેતાઓ અને ઓફિસર્સની અટકાયત કરી છે. ત્યાર પછી સેનાની ટીવી ચેનલ પરથી દર્શાવવામાં આવ્યું છે કે એક વર્ષ માટે મિલિટરીએ દેશને અંકુશમાં લીધો છે.
દેશમાં શાસન કરતી પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના સ્પોક્સ પર્સન મ્યો ન્યૂંટે ન્યૂઝ એજન્સી શિન્હુઆએ આ વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે મને રિપોર્ટ મળ્યો છે કે સ્ટેટ કાઉન્સેલર અને પ્રેસિડેન્ટની અટકાયત કરવામાં આવી છે. જ્યાં સુધી મને જાણ છે શાન પ્રાંતના પ્લાનિંગ અને ફાઈનાન્સ મિનિસ્ટર યુ સો ન્યૂંટ લ્વિન, કાયા પ્રાંતના ચેરમેન થંગ ટે અને અય્યરવાડી રીજન પાર્લમેન્ટના અમુક રિપ્રેઝન્ટેટિવની અટકાયત કરવામાં આવી છે.
સેનાની આ કાર્યવાહીથી સરકારમાં તણાવ જોવા મળી રહ્યો છે. સેના સરકાર બદલી દેશે એવા સંકેત મળી રહ્યા છે. મ્યાનમારમાં 2011 સુધી સેનાનું શાસન રહ્યું હતું. આંગ સાન સૂએ ઘણાં વર્ષો સુધી દેશમાં લોકતંત્ર માટે લડાઈ લડી છે. આ માટે તેમને ઘણા સમય સુધી ઘરમાં નજરબંધ રહેવું પડ્યું હતું.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, દેશના પાટનગર નેપાઈટોમાં ટેલિફોન અને ઈન્ટરનેટ સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તાજેતરમાં પસંદ કરવામાં આવેલા પાર્લમેન્ટના લોઅર હાઉસને સોમવારે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સેનાએ એ ટાળવાનો નિર્ણય કરી દીધો છે. મ્યાનમારમાં છેલ્લે 8 નવેમ્બરે ચૂંટણી થઈ હતી. સૈન્યશાસન સમાપ્ત થયા પછી દેશમાં બીજીવાર ચૂંટણી થઈ હતી. સ્પુતનિકના પ્રમાણે, જાન્યુઆરીમાં મ્યાનમારની સેનાએ એમાં દગાખોરીનો આરોપ લગાવીને તખતો પલટવાની આશંકા વ્યક્ત કરી છે.ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા હતા.
ભારતે મ્યાનમારમાં સૈન્ય બળવા અંગે ચિંતા વ્યક્ત કરતા પાડોશી દેશને કાયદો અને લોકતાંત્રિક શાસનને જાળવી રાખવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સ્થિતિની નજીકથી દેખરેખ કરી રહી હતી.
મ્યાંમારમાં 2011 સુધી સેનાનું શાસન રહ્યું છે. આંગ સાન સૂકીએ ઘણા વર્ષો સુધી દેશમાં લોકતંત્ર લાવવા માટે લડાઈ લડી. આ દરમિયાન તેમને લાંબા સમય સુધી ઘરમાં નજરકેદ રહેવું પડ્યું. લોકતંત્ર આવ્યા પછી સંસદમાં સેનાના પ્રતિનિધિઓ માટે નક્કી કરાયેલ કોટા રાખવામાં આવ્યો. બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી કે સૂ કી ક્યારેય રાષ્ટ્રપતિ ચૂંટણી ન લડી શકે.
ભારત અને મ્યાનમાર બન્ને પાડોશી છે. બન્નેના સંબંધ ઘણા જૂના છે. પાડોશી દેશ હોવાના કારણે ભારત માટે મ્યાનમારનું આર્થિક, રાજકીય અને રણનીતિક મહત્વ પણ છે. ભારત અને મ્યાનમારની 1600કિમીથી વધુની લાંબી સરહદ મળે છે. બંગાળની ખાડીમાં સમુદ્રની સરહદથી પણ બન્ને દેશ જોડાયેલા છે.
બળવાની ભારત પર અસર
મ્યાનમારમાં લગભગ 50 વર્ષ રહેલી ફૌજી સરકાર ભારત સાથે સંબંધ બગાડવાના પક્ષમાં નથી. જો કે, ભારત મ્યાનમારમાં લોકતંત્રનો સપોર્ટ કરે છે. એટલા માટે મ્યાંમારની સેનાનો ચીન તરફ ઝૂકવાનો અણસાર છે.
જર્મન સમાચાર એજન્સી ડી-ડબલ્યૂના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈંજઈં મ્યાનમારમાં આતંકવાદી સમૂહોને ટ્રેનિંગ આપી રહી છે. જેનો હેતુ સીમા પર આતંકવાદને પ્રોત્સાહન આપવા અંગે દેશને અસ્થિર કરવાનો છે. સાઉથ એશિયા ડેમોક્રેટિક ફોરમના એનાલિસ્ટ સિગફ્રીડ ઓ વુલ્ફે આ માહિતી આપી હતી. ચીન અને પાકિસ્તાનનું મ્યાનમારમાં જોડાણ ભારત માટે મોટું જોખમ બની શકે છે.