કાશ્મીરના શોપિયન જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં શુક્રવારે લશ્કર-એ-તોયબાના આતંકવાદી ઠાર મરાયો છે. કથિત રીતે આ આતંકી સૈનિકો, સ્થળાંતરીત કામદારો અને કાશ્મીરી પંડિતોની શ્રેણીબદ્ધ હત્યાઓમાં સામેલ હતો.
કાશ્મીરના સોપિયામાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીએ ગોળીબાર કરતા સેનાનું ઑપરેશન
શોપિયાના ચોટીગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન બિલાલ અહેમદ ભટે પોલીસ, સેના અને સીઆરપીએફના જવાનોની સંયુક્ત ટીમ પર ગોળીબાર કર્યો હતો. જે બાદ સેનાએ આતંકીને ઠાર માર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે બાદમાં તેના મૃતદેહને એક એકે રાઇફલ, મેગેઝીન અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.બિલાલ શોપિયાંના ચેક ચોલાનનો રહેવાસી હતો અને તેની ઉંમર 25 વર્ષની આસપાસ હતી.