ધ્રાંગધ્રા પંથકમાં આવેલા રાજકમલ ચોકમાં સૌપ્રથમ ડિફરન્ટ નામના કાપડના શોરૂમમાં આગ લાગી હતી. વિકરાળ આગનું સ્વરૂપ એટલું હતું કે નજીકમાં આવેલી 25 થી વધુ દુકાનોમાં આગ લાગવાની ઘટના બની ગઈ છે. શોર્ટ સકિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે.
રાજકમલ ચોકમાં કપડાની દુકાનમાં લાગેલી આગે એક પછી એક 25 દુકાનને ઝપટમાં લીધી
વહેલી સવારે શોર્ટ સર્કીટથી લાગેલી આગ પર કાબૂ મેળવવા હળવદ, વઢવાણ, મોરબી સહિતની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જહેમત
જોકે આ મુદ્દે ઘટનાની જાણ થતા તાત્કાલિક પણે સ્થાનિક નેતાઓ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ છે સતત આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ આગ નું સ્વરૂપ વિકરાળ બનતું જઈ રહ્યું છે સૌપ્રથમ જે કાપડના શોરૂમમાં આગ લાગી હતી તે પલવારમાં નજીકની 25 થી વધુ દુકાનોમાં આગ ચાપી દીધી છે ત્યારે આ મામલે ધાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ સૌપ્રથમ ઘટના સ્થળે દોડી જઈ અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ આગનું વિતરણ સ્વરૂપ હોવાના કારણે વઢવાણ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ, મોરબી સહિતની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે.
પાણીનો મારો ચલાવવામાં આવતો હોવા છતાં પણ આગ કાબુમાં આવતી નથી ત્યારે ખાસ કરીને કટલેરી હોજીયરી લેબોરેટરી કાપડના શોરૂમો અન્ય વેચાણ કરતી વસ્તુઓની દુકાનોમાં આગ લાગી છે અંદાજિત 25 થી વધુ દુકાનોમાં આગ લાગવાની ઘટનામાં અંદાજી 3 કરોડથી વધુનું નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે નગરપાલિકા પ્રમુખ તથા નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા અન્ય તેમની ટીમો પણ આગને કાબૂમાં લેટા માટે કામે લાગી છે.
પરંતુ આગને વિકરાળરૂપ રહી છે. તે આજુબાજુની બજારના લોકો છે.તેમાં ચિંતા ઊભી કરી રહી છે.નગરપાલિકાઓની ટીમો કામે લાગી છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આગ સતત આગળ વધી રહી છે તે એક ચિંતાનો વિષય છે.
25થી વધુ દુકાનોમાં આગ: તમામ માલ બળી ગયો
આગ લાગવાની ઘટનામાં આ કરોડો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે કે આ ઘટનામાં અંદાજિત ત્રણ કરોડથી વધુનું નુકસાન થયું છે આ મુદ્દે હાલમાં પણ હજુ આગ કાબુમાં આવી નથી દુકાનો તરફ આગ આગળ વધી રહી છે સમગ્ર બજાર આગમાં ફેરવાઈ ગઈ છે.
કલેક્ટર અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા સંપર્કમાં
ઘટનાને લઇ અને અફડા તપડીનો માહોલ તો સર્જાયો હતો પરંતુ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કેસી સંપત અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ આગ લાગવાની ઘટનાને લઇ અધિકારીઓના સતત લાઇનિંગમાં રહ્યા છે અને અલગ અલગ જે જરૂરિયાતો હોય તે પ્રમાણે તે પૂરી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે પ્રકાશભાઈ વરમોરા દ્વારા ધાંગધ્રા માં લાગેલી આગની ઘટનામાં ધાંગધ્રા મોરબી હળવદની ફાયર બ્રિગેડની ટીમોને કામે લગાવી દેવામાં આવી છે તો બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા આર્મીની ટુકડીઓને જાણ કરી અને આગ લાગવાની ઘટનામાં આર્મીની ટુકડીઓને પણ આગ ઓલાવવા માટે તેનાત કરી દેવામાં આવી છે.
આગ કાબુમાં ન આવતા અંતે આર્મીને બોલાવવામાં આવી
ધ્રાંગધ્રા રાજકમલ ચોકમાં બનેલી આગ લાગવાની ઘટનામાં 25 થી વધુ દુકાનોમાં આગ લાગવાની જે ઘટના સામે આવી છે જેને લઈને ધાંગધ્રા મોરબી હળવદ સુરેન્દ્રનગર વઢવાણ ફાયર બ્રિગેડ ની ટીમ પહોંચી જઈ અને આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો પરંતુ આગ જોત જોતામાં 25 થી વધુ દુકાનોમાં ચા આપી ગઈ હતી આ મામલે સ્થાનિક લોકો દ્વારા ધાંગધ્રા આર્મી નો સંપર્ક સાધવામાં આવ્યો હતો આર્મીની ટીમો પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી જોકે આર્મી ની ટીમ દ્વારા પણ પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે દિવાળી સમયે આ પ્રકારની ઘટના બનતા વેપારીઓનો કરોડો રૂપિયાનો મુદ્દા માલ આગમાં બળીને ખાખ થઈ ગયો છે.