અમરેલી જિલ્લાના યુવાનો માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતરની તક

અમરેલી જિલ્લાના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર આગામી તા.20/10/2022 થી તા.12/11/2022 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે અગ્નિવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નિવીર સોલ્જર ટેકનીકલ, અગ્નિવીર સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર, અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન (હાઉસકીપર અને મેસકીપર સિવાય) તેમજ અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન હાઉસકીપર અને મેસકીપર કક્ષાઓ માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા લશ્કરી ભરતીમેળો યોજાનાર છે.

આ ભરતીમેળામાં ભાગ લેનાર યુવાન તા.01/10/1999 થી તા.01/04/2005 વચ્ચે જન્મેલા હોય તેમજ ભરતીની કક્ષાવાર નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા હોય તેવા પુરુષ ઉમેદવારો જ આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. આ લશ્કરી ભરતીમેળામાં ઉમેદવારી નોંધાવવા માટે ઓનલાઇન  અરજી કરવા માટે નિયત વેબસાઈટ www.join indianarmy.nic.in  પર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.

હોવુ ફરજિયાત છે. આ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.05/08/2022 થી તા.03/09/2022 સુધી થઈ શકશે. આર્મીમાં જોડાવા ઇચ્છુક યુવાનોએ રજિસ્ટ્રેશન તેમજ આર્મી ભરતીમેળા વિષયક માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી કોલ સેન્ટર નંબર 6357390390 તેમજ આર્મી ભરતી કાર્યાલય હેલ્પલાઈન નં. 0288-2550734 તથા મો.નં. 8866976188 પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.