કુપવાડામાં અથડામણ યથાવત: હેદવાડાના જંગલમાં ગઈકાલથી શરૂ કરેલ સેનાનું ઓપરેશન સફળ

જમ્મુ-કાશ્મીર ઘાટીમાં હેદવાડાના જંગલમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે ઘણા સમયથી અથડામણ ચાલી રહી છે. ગઈકાલે જ સેના દ્વારા હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં કુપવાડામાં હાલ અથડામણ ચાલી રહી છે. જેમાં ૨ થી ૩ આતંકીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે જ સેના દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં હિઝબુલના આતંકી શહીદ એહમદ વાનીની ધરપકડ કરી તેની પાસેથી મોટા પ્રમાણમાં હથીયારો જપ્ત કરી સેના દ્વારા તેના આતંકી કૃત્યનો મનસૂબો પૂરો પાડતા અટકાવવામાં આવ્યા બાદ હેદવાડાના જંગલોમાં પણ આતંકવાદી છુપાયા હોવાની બાતમીનાં આધારે સેના દ્વારાસર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવતા સેના દ્વારા ગોઠવાયેલ છટકામાં વધુ બે આતંકીઓ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સેના અને આતંકીઓ વચ્ચે સામસામા ગોળીબાર ચાલુ છે. તેમજ બે આતંકીઓ માટે સેના દ્વારા ખાસ ઓળખવિધિ ચાલુ છે. તેની પાસેથી હથીયારો મળે તેવી શકયતા છે. આ આતંકીઓ પણ સેના સામે છટકવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાંજ તેમને ઝડપી પાડતા સેનાને સફળતા મળી છે.

આ મહિનાની શ‚આતમાં જ ભારતીય સેનાના ઉતરી કાશ્મીરમાં મખલ સેકટરમાં એક આતંકીને ઘૂસપેઠ કરતી વખતે ઝડપી લીધો હતો. સરકાર દ્વારા હાલમાં જ જાહેર આંકડા મુજબ ઘાટીમાં અત્યાર સુધીમાં ૧૩૨ આતંકીઓ ઠાર મરાયા છે. ત્યારે આજે પણ હજુ વધુ આતંકીઓ ઠાર મરાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.