આર્મી એટલે કે દેશની રક્ષા કરતા સૈનિકો જે પોતાના જીવનાં જોખમે પણ દેશવાસીઓની સતત રક્ષા કરતા હોય છે. ઠંડી હોય ગરમી હોય કે અત્યાચાર વરસતો વરસાદ હોય એક પણ ગભરાયા વગર સતત દેશની સુરક્ષા માટે અડિખમ ઉભા રહે છે આ આર્મીનાં જવાનો ત્યારે તેની સુરક્ષાની વાત કરીએ તો પાડોશી દેશ છેલ્લાં કેટલાંય સમયથી ભારત પર ત્રાટકવાની વેંતમાં છે તો આ આર્મીના જવાનોએ સતત સતર્ક રહેવાનો વારો આવ્યો છે ત્યારે આ બાબતે જવાનોની સુરક્ષાની વાત કરીએ તો તે લોકો માટે ખાસ ફેબ્રિકમાંથી એવા ડ્રેસ બનાવવામાં આવશે જે તેમને પાંચ રીતે રક્ષણ આપશે જેમાંથી આર્મીના જવાનો આ ખાસ ડ્રેસનો રેનકોટ, મીની ટેન્ટ, સ્ટ્રેચર, ગ્રાઉન્ડ શીટ, અને બીબી બેગ તરીકે ઉપયોગ કરી શકશે અને આટલી ખાસીયત હોવા છતા તે સાવ હળવાફૂલ રહેશે તેની ખાસિયત છે તેનું વજન આર્મી ડ્રેસનાં વજન જેટલું જ રહેશે. આ ઉપરાંત માઇનસ ૫૦ ડિગ્રીમાં પણ આ ખાસ યુનિફોર્મ જવાનોનું રક્ષણ કરી શકવા સક્ષમ છે. વર્તમાન સમયમાં આ ખાસ પ્રકારના ડ્રેસ, અમેરિકા, ઇઝરાયલ, બ્રિટેન, ફ્રાંસ અને ચીન પાસે છે જે મલ્ટીટાસ્કીંગ યુનિફોર્મ તરીકે પણ પ્રખ્યાત છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી