અમરના યાત્રા પર હુમલો કરવાની યોજના બનાવનાર ત્રણ આતંકી સહિત ચારને ઠાર મારતી સેના

આગામી ૨૮ જૂની શરૂ થનારી પવિત્ર અમરના યાત્રાને વિના વિઘ્ને પૂર્ણ કરાવવા ભારતીય સેના સજ્જ બની છે અને અમરના યાત્રા પર હુમલો કરવાની યોજના ઘડનાર ત્રણ આતંકવાદી સહિત ચારને ગઈકાલે સેનાએ ઠાર માર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ઝેર ઓકી રહેલા ૨૧ ખૂંખાર આતંકવાદીઓને ખતમ કરવા સેનાએ હિટલીસ્ટ બનાવી ઓપરેશન શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપની ગઠબંધન સરકારના પતન બાદ રાજયપાલ શાસનમાં સેનાને છુટોદોર મળતા ગઈકાલે ભારતીય સેના દ્વારા દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરના યાત્રીકો પર હુમલો કરવાની ખતરનાક યોજના ઘડી કાઢનારા આઈએસ સંગઠનના કમાન્ડર દાઉદ અહેમદ સોફી સહિત ત્રણ આતંકવાદી અને એક અન્ય શખસને સેનાએ સંયુક્ત ઓપરેશનમાં ઠાર માર્યા હતા.

દરમિયાન આગામી ૨૮ જૂની અમરના યાત્રા શરૂ થઈ રહી હોય જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેના દ્વારા અમરના યાત્રીકોની સુરક્ષાને લઈ સાવચેતીપૂર્વક પગલા ભરવામાં આવી રહ્યાં છે. કારણ કે ગત વર્ષે અમરના યાત્રીકોની બસ પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હોય સેના દ્વારા યાત્રીકોની સુરક્ષામાં કોઈ જ કચાસ ન રહે તે જોવામાં આવી
રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયા માટે ભારતીય સેના દ્વારા ૨૧ ખુંખાર આતંકવાદીઓનું હિટલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને ક્રમશ: આતંકવાદીઓને ઢેર કરવા સેના અને પોલીસ સંયુકત રીતે ઓપરેશન ચલાવી રહ્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.