ઉત્તરાંખંડમાં હજુ હમણાં જ બરફ અને ધૂળનું તોફાન શાંત થયું છે પરતું બરફની મોટી પરત આશરે 3 થી 4 ફૂટ જેટલી જામી ગઇ છે. અગાઉના અઠવાડિયામાં, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, કોંગ્રેસના નેતાઓ સાથે, કેદારનાથમાં અટવાઇ ગયા હતા ત્યારે આજરોજ ભારતીય ભૂમિસેનાના કોર્પ્સ ઓફ એન્જિનિયર્સે ચમોલી જિલ્લામાં શીખ યાત્રાધામ હેમકુંડ સાહિબનો માર્ગ પર બરફની સફાઇ કરવાની કામગીરી હાથ ધરી હતી.

hemkund
hemkund

હેમકુંડ સાહેબના પોર્ટલ 25 મી મેના રોજ ખુલ્લાં મુકવામાં આવશે. હેમકુંડ સાહિબનો માર્ગ બરફ હેઠળ ત્રણથી ચાર ફુટ છે. બરફની સાફ કરવાની કામગીરી એપ્રિલ 25 થી શરૂ થઈ છે.

આર્મીના 40 જુનિયર ઇજનેરો બરફ ક્લીયરિંગ ઓપરેશનમાં ભાગ લે છે. અગાઉ અઠવાડિયામાં, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, કોંગ્રેસના નેતાઓ સાથે, કેદારનાથમાં અટવાઇ ગયા હતા. જેથી હાલ માં યાત્રીકોને મુસકેલી ન થાય તે માટે આર્મી દ્વારા આ ખુબજ સરાહનીય કામગીરી કરાઇ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.