પતિની શહીદી બાદ હરિયાણાની નીતા દેશવાલ પણ હવે દેશની સેવામાં જોડાઈ ગઈ છે. હાલ તે ચેન્નઈ ખાતે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં તાલીમ લઈ રહી છે. બુધવારે તે વેર્સ્ટન કમાન્ડરને આપવામાં આવતા મેડલ સમારોહમાં પોતાના પતીના શહીદીનું મેડલ લેવા પહોંચી હતી. એપ્રિલ 2016ના મણિપુરમાં ઉગ્રવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા હરિયાણાના ઝજ્જરના મેજર અમિત દેશવાલની પત્ની છે નીતા દેશવાલ. નીતા શોર્ટ સર્વિસ કમીશન દ્વારા પસંદગી પામી છે. અને હાલ તે ઓફિસર ટ્રેનિંગ એકેડમી (OTA) ચેન્નઈમાં તાલીમ લઈ રહી છે. મેજર અમિત દેશવાલને તેમના સાહસ અને શોર્ય માટે મરણોપરાંત સેનાના મેડલથી સન્માનીત કરવામાં આવ્યા છે ત્યારે લેડી કૈડેટ નીતા દેશવાલે આ સન્માન સ્વીકાર્યુ હતુ. મેજર અમિત દેશવાલની શહીદી બાદ હરિયાણા સરકારે લેડી કૈડેટ નીતા દેશવાલને સરકારી નોકરી ઓફર કરી હતી પરંતુ નીતાએ પતીના નકશેકદમ ઉપર ચાલવાનું ઉચીત સમજ્યુ હતુ. પતિની શહીદી બાદ એ ઝજ્જરથી દિલ્હી ચાલ્યા ગયા અને ત્યા સર્વિસ સિલેકશન બોર્ડની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. નવેમ્બર 2016માં આર્મી સિલેકશન સેન્ટર ભોપાલથી તેમનું સેનાની શોર્ટ સર્વિસ કમીશનમાં વરણી થઈ. તેમને આ પોસ્ચ સેન્ય વિધવાઓ માટે અનામત કોટામાંથી મળી છે. તે પોતાના દીકરા અર્જુનને પણ સેનામાં ઓફિસર બનાવવા માંગે છે. નીતાનું કહેવુ છે કે મારા પતિ માટે સેના જ સરસ્વ હતી અને સેના સાથે જોડાઈને મને મારા પતિ સાથે જોડાયાનો અહેસાસ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.