કાશ્મીર ઘાટીમાં પથ્થરબાજીમાં એક જવાન શહીદ થઈ જતાં વાતાવરણ ફરી તંગ બન્યું છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે આ અંગે પ્રતિક્રિયા આપતાં રોષ ઠાલવતાં કહ્યું કે પથ્થરબાજોના હુમલાથી એક જવાન શહીદ થઈ ગયો અને ત્યારે પણ લોકો કહે છે કે પથ્થરબાજોને આતંકીઓના સહયોગી ન સમજવામાં આવે.ગુરૂવારે BROના કાફલાને સુરક્ષા આપી રહેલાં જવાન રાજેન્દ્ર સિંહ પર તે સમયે હુમલો થયો જ્યારે કાફલો NH 44ની પાસે અનંતનાગ બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો.

ગુરૂવારે BROના કાફલાને સુરક્ષા આપી રહેલાં જવાન રાજેન્દ્ર સિંહ પર તે સમયે હુમલો થયો જ્યારે કાફલો NH 44ની પાસે અનંતનાગ બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો.નેશનલ હાઈવે પર રસ્તો બનાવવાના સમયે કેટલાંક યુવકોએ BROના વાહન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પથ્થર વાગવાથી રાજેન્દ્ર ઘાયલ થઈ ગયા હતા.જે બાદ રાજેન્દ્ર સિંહને તાત્કાલિક પ્રાથમિક ચિકિત્સા આપવામાં આવી અને 92 બેઝ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.