2 પાયલોટના મોત, છેલ્લા 5 મહિનામાં ત્રીજી ઘટના ઘટી
ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું છે. રિપોર્ટ અનુસાર સેનાનુ હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના બોંડીલા વિસ્તારમાં ક્રેશ થયું છે. સેનાના અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં બન્ને પાયલોટનું મોત થયું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત ક્યાં કારણોસર થયો હતો. મૃતક પાયલોટની વિગતો હજુ બહાર આવી નથી. અરુણાચલ પ્રદેશમાં સેનાનું એક હેલિકોપ્ટર ‘ચિત્તા’ ક્રેશ થયું છે.
સવારે લગભગ 9.15 વાગ્યે આ હેલિકોપ્ટરે અરુણાચલ પ્રદેશના બોમડિલા પાસે ઓપરેશનલ ફ્લાઇટ લીધી હતી અને તેના થોડા સમય બાદ જ હેલિકોપ્ટરનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં તે બોમડિલાની પશ્ચિમે આવેલા મંડલા નજીક ક્રેશ થયું હોવાની માહિતી મળી હતી.
અરુણાચલના બોમડિલાની પશ્ચિમે આવેલા મંડલા પાસે ચિતા હેલિકોપ્ક્રેટર ક્રેશ થયાં બાદ 2 પાયલટની શોધખોળ શરુ કરવામાં આવી હતી. આર્મીના હેલિકોપ્ટર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે દુર્ગમ અને ગાઢ જંગલોથી છવાયેલો વિસ્તાર છે. અરુણાચલમાં હેલિકોપ્ટર ક્રેશની આ નવી ઘટના નથી. આ પહેલા ઓક્ટોબર 2022ના રોજ તવાંગમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં પાયલટ સૌરભ યાદવને ઈજા થઈ હતી પાછળથી સારવારમાં તેમનું અવસાન થયું હતું. છેલ્લા 5 મહિનામાં ત્રીજી ઘટના ઘટી છે અને છેલ્લા 15 વર્ષમાં 13 હવાઈ દુર્ઘટના જોવા મળી છે.