ઘૂસણખોરી- માદક દ્રવ્યોની ખેપ રોકવા માટે લેવાયો નિર્ણય: આધુનિક મીની રડારથી સજ્જ હશે બંકર
સરહદી વિસ્તારોમાં થતી ઘૂસણખોરી અને માદક દ્રવ્યોની હેરાફેરી પર અંકુશ મુકવા સૈન્ય વધુ એક પગલું ભરવા જઈ રહ્યું છે. જેના હેઠળ હવે કચ્છના ક્રિકે વિસ્તારમાં સેના કાયમી બંકરનું નિર્માણ કરશે. આ બંકર અત્યાધુનિક હશે. જેમાં મીની રડાર સહિતની સવલતો હશે જેથી ‘નાપાક’ હરકતો પર લગામ લગાવી શકાશે.
પાકિસ્તાન સાથેની કાશ્મીરથી પંજાબની સરહદ પર સૈન્યની સતત હાજરીના કારણે આ ક્ષેત્રમાં ઘૂસણખોરી પર અંકુશ આવ્યા છે પણ ગુજરાત અને રાજસ્થાનની રણ તથા સમુદ્રી ક્ષેત્રની પાક સાથેની સરહદને પણ હવે વધુ સુરક્ષિત બનાવવાની તૈયારી છે. ખાસ કરીને કચ્છની સરહદમાં એક તરફ સરક્રિક, હરામીનાળા વિસ્તારમાંથી પાક ઘુસણખોરી મારફત માદક દ્રવ્યો તથા અન્ય પ્રકારની દાણચોરી થાય છે અને પાક જાસૂસો પણ માછીમારના વેશમાં ઘુસે છે
તે સામે કચ્છના ક્રિડ ક્ષેત્રમાં ભૂજ સહિતના ક્ષેત્રમાં આઠ વર્ટીકલ બંકર બનાવવામાં ખાસ ભંડોળ કેન્દ્ર સરકારે મંજુર કર્યુ છે. સિમેન્ટ કોન્ક્રીન્ટના બંકર ઓબ્ઝર્વેશન પોઈન્ટ જેવા પણ હશે. તે બહુમાળી હશે જેથી તેનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. કચ્છ સરહદે પાક ફિશીંગ બોટ અને પાક માછીમારો સતત ઘૂસણખોરી કરે છે. ઉપરાંત અહીથી માદક દ્રવ્ય પણ મોટા પ્રમાણમાં ઝડપાય છે. ૨૦૨૨માંજ ૨૨ પાક માછીમારો અને ૭૬ માછીમારી બોટ તથા ૨.૪૯ કરોડનું માદક દ્રવ્ય આ ક્ષેત્રમાંથી ઝડપાયુ છે. સર ક્રિક એરીયા જે ૪૦૫૦ સ્કવેર કિલો મીટરનો છે.
ઉપરાંત હરામીનાળા જે ૯૦૦ સ્કવેરકીમીમાં પથરાયેલા છે તેને આવરી લેતા ૪૨ ફુટ ઉંચા વર્ટીકલ- ઉભા-બંકર તૈયાર કરાશે જેમાં ઘૂસણખોરી સામે ‘નજર’ રાખવા ખાસ પ્રકારના મીની રડાર તથા આધુનિક સાધનો હશે અને તે બહુમાળી હશે અને એકી સાથે નવ જવાનોનો તેમાં સમાવેશ કરી શકાશે.પુર્વીય સરહદે આ પ્રકારના બંકર ખુબજ મહત્વના સાબીત થતા હવે પશ્ચીમી સરહદે પણ આ પ્રકારના બંકર તૈયાર કરવા નિર્ણય લેવાય છે જેમાં ત્રણ બંકર તો માર્ચ માસમાં જ તૈયાર થઈ જશે જે સમુદ્રી કિનારાથી અત્યંત નજીક અને સંભવત દરીયાઈ ક્ષેત્રમાં હશે.