સેનાએ સંરક્ષણ મંત્રાલયને પત્ર લખી નબળી ગુણવત્તા અને મોડા આવતા જથ્થા અંગે ચિંતા વ્યકત કરી
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતનું સૈન્ય વિશ્વનું સૌથી મોટુ ત્રીજા નંબરનું સૈન્ય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ભારત સરકારના પોતાના શસ્ત્રાગારમાંથી દારૂગોળો સમયસય આવતો ન હોવાની સાથે સાથે ગુણવત્તા પણ અતિ નબળી હોવાની સમસ્યાએ સનિની ચિંતા વધારી છે જેથી ભારતીય સેનાએ સંરક્ષણ મંત્રાલયને નબળા દારૂગોળાની ફરિયાદ કરી હતી. જે બાદ સેનાને નડતી સૌથી મોટી સમસ્યા દારૂગોળો સમયસર મળતો ન હોવાની ફરિયાદ પણ કરી છે.
ભારત જેવો વિશાળ દેશ કે જેની આજુબાજુ મિત્ર કરતા દુશ્મન દેશો વધુ છે.ચીન, અને પાકિસ્તાનની સરહદો હિમાલયની પર્વતમાળાઓથી લઈને વિશાળ દરિયા કિનારાની સુરક્ષાનાપડકારોને પહોચી વળવા ભારતીય સેનાને સતત જાગૃત રહીને ફરજ બજાવવી પડે છે ત્યારે સરકારી ફેકટરીઓમાં બનાવવામાં આવતા શસ્ત્રો ગૂણવતામા નબળા અને દારૂગોળો હલકો હોવાથી તોપ જેવા હથીયારોને મોટુ નુકશાન થવાની સ્થિતિ સતત રહે છે.
આ ઉપરાંત સૈના જે દારૂ ગોળા અને હથીયારની માંગણી કરે તે દારૂ ગોળો પણ સમયસર ન પહોચતુ હોવાની ફરિયાદો ઉઠી છે. ૧ લાખના સૈન્યબળ ધરાવતા સૈન્યને દારૂ ગોળાની નબળી ગુણવતાના કારણે સતત જીવલેણ અકસ્માતોનો ભય રહે છે. સાથે સાથે દારૂગોળાનો પુરવઠો સમયસર પોચતો ન હોવાની ફરિયાદો પણ છે. ૨૦૦૯ થી ૨૦૧૪ સુધીમાં સરકારે ૧૫ હજાર કરોડના દારૂગોળાની ખરીદ થતી હતી ૨૦૧૪ થી ૨૦૧૯ના ત્રીજા તબકકામાટે ૭૫૦૦ રૂ. કરોડના પૂરવઠાની જરૂરીયાત દર્શાવાય છે.
સેનાએ પંદરપાનાના અહેવાલમાં જણાવાયું છે સરકારી ૪૧ ફેકટરીઓમાં વર્ષ ૧૯ હજાર કરોડના શસ્ત્રોનું ટર્નઓવર થાય છે.ત્યારે ૧૦૫ એમએમની ભારતીય બનાવટની તોપો ઉપરાંત ૧૩૦ એમએમ, ૪૦ એમએમ જેવી તોપો માટે આવતો દારૂગોળો સમયસર પહોચતો નથી સેના દ્વારા કરવામાં આવેલ ૧૬ કરારોમાં ૧૧૭૪૦ કરોડના શસ્ત્રો રશિયામાંથી મંગાવવાનું નકકી કરવામાં આવ્યું છે. જેમાં રોકેટ,મિસાઈલ અને ટેન્કનો સમાવેશ થાય છે. ભારતીય સેનાને માંગ મુજબનો દારૂગોળો સમયસર પહોચતો ન હોવાથી સૈનિકોના જીવ હંમેશા ઉચ્ચ રહે છે. અને નાણા ખર્ચવા થતા સમયસર શસ્ત્રો મળતા નથી આ પરિસ્થિતિ જલ્દીથી બદલવી જોઈએ.