સેનાએ ઉરી સેક્ટરમાં છેલ્લા 5 દિવસમાં 4 આતંકીઓ ઠાર કર્યા
અબતક, નવી દિલ્હી : ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલ એક આતંકવાદીને આપણા સુરક્ષાબળોએ ઠાર મારી દીધો છે. જ્યારે બીજા આતંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે. સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં બે આતંકવાદીઓ પર સેના દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા આતંકવાદીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલો પાકિસ્તાની આતંકવાદી હાલમાં 18-19 સપ્ટેમ્બરથી ચાલી રહેલ ઘૂસણખોરીની કોશિશનો હિસ્સો હતો.
સૂત્રોએ જણાવ્યુ કે સેના છેલ્લા બે દિવસમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ ઘૂસણખોરો પર કાર્યવાહી કરવામાં સફળ રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે અથડામણમાં અત્યાર સુધી એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો છે જ્યારે સેના અન્યને શોધી રહી છે. આ દરમિયાન નિયંત્રણ રેખા(એલઓસી) પાસે ઉરી સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર દરમિયાન ચાર જવાન ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયા. સેનાએ શનિવારે ઉરી સેક્ટરમાં એલઓસી પર શંકાસ્પદ ગતિવિધિને જોતા ઘૂસણખોર વિરોધી અભિયાન શરૂ કર્યુ.
સૂત્રોનુ કહેવુ છે કે ભારતીય સેના સાથે એક આતંકવાદી અથડામણમાં માર્યો ગયો. વળી, તેના બીજા સાથીએ જીવ બચાવવા માટે ઑપરેશન દરમિયાન સૈનિકો સામે આત્મસમર્પણ કરી દીધુ. અધિકારીઓએ જણાવ્યુ કે છેલ્લા બે દિવસમાં બંને પક્ષો વચ્ચે થયેલા ગોળીબારમાં ચાર સૈનિક ઘાયલ થઈ ગયા. વળી, બીજી તરફ કાશ્મીર ઝોન પોલિસે માહિતી આપી કે 50આરઆરની ટીમ સાથે શ્રીનગર પોલિસે પુલવામાથી બે ઓવર-ગ્રાઉન્ડ વર્ક્સની ધરપકડ કરી છે. બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે આતંકવાદી રિયાઝ સાથરકુંડ(લેફ્ટ. કમાંડર) એ તેને શ્રીનગરના નૌહટ્ટાના રાજોરીકાદલ વિસ્તારમાં છાવણી બનાવવા માટે કહ્યુ હતુ.
18 સપ્ટેમબરથી ઉરીમાં સતત ઘુસણખોરીના પ્રયાસો થઇ રહ્યા છે. 23 સપ્ટેમ્બરે ત્રણ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. ભારતીય સેનાના કેટલાક જવાનો ઇજાગ્રસ્ત થયા છે.ભારતીય સેનાના ઓફીસરો દ્વારા સતત જાણકારી આપવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરની શાંતિ ભંગ થાય તેવા પ્રયાસો સતત ચાલુ જ છે. પાકિસ્તાની સેના સતત કોઇને કોઇ રીતે ભારતને મુશ્કેલી પડે તેવા કામ કરી રહી છે.
23 સપ્ટેમ્બરથી ભારતીય સેના અલગ અલગ ઓપરેશન કરી આતંકીઓનો સફાયો કરી રહી છે. સેનાનું કહેવુ છે કે આતંકી કેમ્પમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ સક્રિય થયા છે. પાકિસ્તાન સતત ઘુંસણખોરી કરવાના પ્રયત્નોમાં છે. ચિનાર કૉર્પ્સના GOC લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેનું કહેવુ છે કે તમામ પ્રયત્નો પછી પણ ભારતમાં આતંકીઓ ઘુસી નથી શક્યા. પાકિસ્તાન હાવ બૌખલાઇ ગયુ છે, હવે કાશ્મીરમાં શાંતિ છે જેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે.