આતંકીઓને બક્ષવામાં નહીં આવે
ભાજપની નવી કાશ્મીર પોલીસી
જમ્મુ-કાશ્મીરમાં વહીવટી અને સુરક્ષા માટેની જડબેસલાક વ્યવસ કરતું કેન્દ્ર
આતંકીઓના ખાત્મા માટે બેઠકોનો દૌર
જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપીને આપેલુ સર્મન પરત ખેંચ્યા બાદ રાજયપાલ શાસન લાદવામાં આવ્યું છે. ત્યારે સરકાર હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને જરા પણ સાંખી નહીં લે અને રાજયમાં આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશન શરૂ કરશે તેવું ગૃહમંત્રી રાજનાસિંહે કહ્યું છે.
કાશ્મીરમાં કેન્દ્ર સરકારે વહીવટી અને સુરક્ષા પ્રણાલી જડબેસલાક થાય તે માટે ઝાંબાજ અધિકારીઓની નિમણૂંક કરી છે. અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના પ્રાઈવેટ સેક્રેટરી રહી ચૂકેલા બી.વી.આર સુબ્રમણ્યમને બી.બી.વ્યાસની જગ્યાએ ચીફ સેક્રેટરી બનાવાયા છે. ગવર્નર એન.એન.વોરા સાથે તેઓ કામ કરશે. આ ઉપરાંત બી.બી.વ્યાસને હવે વિજયકુમાર સાથે આતંકના સફાયા માટે જવાબદારી સોંપાઈ છે. છત્તીસગઢ કેડરના વિજયકુમારે વિરપ્પનના ખાત્મા માટે સફળતા મેળવી હતી ત્યારી તેઓ લોકપ્રિય બન્યા છે.
ટૂંક સમયમાં અમરના યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળો પર યાત્રાળુઓની સુરક્ષાનો પ્રશ્ન સૌથી મોટો રહેશે. અમરના યાત્રાળુઓ પર દર વખતે આતંકીઓનો ઓછાયો હોય છે. જો કે, હવે રાજયપાલ શાસન હોવાથી કાશ્મીરમાં પગલા લેવામાં કોઈ રોકટોક રહેશે નહીં. પરિણામે આતંકીઓને ઝડપી ઝેર કરવામાં મદદ મળશે.
જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલ શાસન લાગુ થતાંની સાથે જ આતંકવાદ સામેનું ઓપરેશન ઓલ આઉટ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યાં છે. શાસન સંભાળતાની સાથે જ ગવર્નર વોરાએ વિવિધ મુદ્દે બેઠકોનો પ્રારંભ કરી દીધો હતો.
કેન્દ્ર સરકાર કાશ્મીર ખીણમાં બે પ્રકારના ઓપરેશન હાથ ધરશે જેમાં આતંકીઓનો સફાયો થશે તેમજ તેમને મદદ કરનારાઓનો પણ ખાત્મો કરવામાં આવશે.