કુહાડી, છરી અને પાઈપથી સામ સામે હુમલો સરપંચ સહિત ૧૮ સામે નોંધાતો ગુનો

પોરબંદર નજીકના રાણાકંડોરણામાં અગાઉ થયેલા ખૂનના મનદુ:ખમાં ધોકા, છરી, પાઈપ વડે બઘડાટી બોલી હતી. આ બનાવમાં ગામના સરપંચ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે તો સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાઈ છે. આ બનવામાં આરોપીની શોધખોળ દરમિયાન પોલીસને દેશી દારૂની એક ભઠ્ઠી પણ મળી આવતા તે અંગે અલગ ગુન્હો નોંધાયો છે. રાણાવાવના રાણાવળોતરામાં રહેતા ગોપાલભાઈ ગોવિંદ ભાદરકા (ઉ.વ.૪૦) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના ભત્રીજા કૃપેનની દુકાન પાસે આવીને ગામનો સરપંચ તથા કોંગી અગ્રણી રાજુ ચના રાતીયા, સવદાસ ગીગન રાતીયા, ભીખો રાતીયા, ભાવિન રાતીયા, વિક્રમ રાતીયા, સુનિલ, હિરેન પુરોહિત, ભરત ગીગન રાતીયા, રોહિત રાતીયા, મયુર રાતીયા વગેરે લોખંડના પાઈપ, લાકડાના ધોકા, છરી જેવા હથિયારો ધારણ કરી, ગાળો દઈ ગોપાલ તથા કૃપેન તથા અન્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દુકાનમાં પણ તોડફોડ કરી હતી.

આ બાઈકમાં પણ આડેધડ ધોકા મારી નુકસાન કર્યું હતું. જે બનાવમાં ગોપાલ કૃપેન ગોપાલના ભાઈ વીરેન્દ્ર વગેરેને ઈજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા જયાં ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે, રાજુ રાતીયા પાસે લાયસન્સવાળી રિવોલ્વર હોવાથી તેનો ગેર ઉપયોગ થવાનો ભય પણ પોલીસ ફરિયાદમાં દર્શાવ્યો હતો તો સમાપક્ષે રાણાકંડોરણાના પઠાકડાવાડી વિસ્તારમાં રહેતા ભરત ગીગા રાતીયા (ઉ.વ.૨૩) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ વિરેન્દ્રના સાળા દિલીપે અગાઉ ખુન કર્યું હતું. જેમાં ભરતનો ભાઈ સવદાસ રાતીયા મુખ્ય સાક્ષી હતો. આથી તેનું મનદુ:ખ રાખીને વિરેન્દ્રએ કુહાડી વડે ભરતને મારમાર્યો હતો અને તેની સાથે રહેલા ગોપાલ, કિશન, વિરેન્દ્રનો દિકરો અને અજાણ્યા છ જેટલા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી કુહાડી તથા પ્લાસ્ટીકના પાઈપ ધારણ કરી પાઈપ વડે ભરતને મારમાર્યો હતો અને તને કેનો વાવડો છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.