- ભક્તિનગર પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી સહિત પાંચને રાઉન્ડ અપ કર્યા
- માથાભારે શખ્સોના ટોળાંએ અનેક વાહનોમાં કરી તોડફોડ
- ભીમા બાબુ, રાજુ બાબુ નામના શખ્સો પિતા-પુત્રો પર તલવાર વડે તૂટી પડ્યા
- પાનની કેબિને ઝઘડો નહિ કરવાનું કહેતા રાજુ બાબુ ઉશ્કેરાયો : સહઆરોપીઓને બોલાવી હુમલો કર્યો
રાજકોટ શહેરમાં હવે લુખ્ખા અને માથાભારે શખ્સોને જાણે ખાખીનો ખૌફ ન રહ્યો તેમ સરાજાહેર ધીંગાણું મચાવી હત્યા સહિતના ગંભીર કૃત્યને અંજામ આપવામાં આવી રહ્યો છે. છાસવારે સરાજાહેર મારામારી થતી હોવાના કિસ્સા અને વીડીયો વાયરલ થતાં હોય છે.ત્યારે રવિવારે રાત્રીના પીડીએમ ફાટક પાસે માથાકુટમાં બે જુથ આમને સામને આવી ગયા હતા અને બુટલેગર ટોળકીએ પિતા-પુત્ર સહિત પાંચ પર છરી- પાઈપ અને તલવારથી હુમલો કરી પથ્થરમારો કરતા ઈજા પહોચી હતી.અને આ બનાવના પગલે રાહદારીઓમાં પણ ભય વ્યાપી ગયો અને નાસભાગ મચી જવા પામી હતી. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન સુરેશ સોલંકી નામના પ્રૌઢનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ભક્તિનગર પોલીસે મામલામાં 9 વિરુદ્ધ ગુનો નોંધી મુખ્ય આરોપી સહીતને રાઉન્ડ અપ કરી લીધાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઢેબર રોડ પરની ઢેબરકોલોનીમાં રહેતા સુરેશ દલાભાઈ સોલંકી, અર્જુન સુરેશભાઈ સોલંકી, પ્રકાશ સોલંકી અને વિકકી સુરેશ સોલંકી સહીત પાંચ વ્યકિતઓને ભીમા બાબુ સોલંકી, પ્રકાશ બાબુ સોલંકી, રાજુ બાબુ સોલંકી, શૈલેષ ભીમા, નિલેશ ભીમા, અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજીભાઈ, યોગેશ ભગવાનજીભાઈ સહીતના શખસો બોલાચાલી થઈ હતી. અને સામુ જોવાની બાાબતમા ફરીથી મામલો બીચકયો હતો.
ફરિયાદીને પીડીએમ ફાટક પાસે પાનની કેબીન હોય અને આરોપી રાજુ બાબુ લોહાનગરના વિજય રામદાસ સાથે ઝગડો કરતો હોય ત્યારે ફરિયાદી અને તેના પિતાએ આ બંનેને ઝઘડો નહિ કરવા કહ્યું હતું. જે બાબતનો ખાર રાખી રાજુ બાબુએ અન્ય શખ્સોને બોલાવી લીધા હતા. સુરેશ દલા સોલંકી અને ભીમા રાજુના જુથવચ્ચે સરાજાહેર પીડીએમ ફાટક પાસે મારામારી થઈ હતી.જેમાં ભીમા રાજુના જુથે સુરેશ સોલંકી સહીતના પર છરી-પાઈપ અને તલવારથી હુમલો કરી પથ્થરમારો કરતા રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ અને કેટલાંક વાહનોમાં તોડફોડ પણ થઈ હતી.
આ બનાવ અંગેની જાણ થતા ભકિતનગર, માલવીયાનગરનો પોલીસ કાફલો દોડી ગયો હતો. અને હુમલાખોરો નાસી છુટયા હતા. હુમલામાં ધવાયેલા સુરેશ દલા સોલંકી, અર્જુન સુરેશ, પ્રકાશ સૌલંકી,વિકકી સુરેશ સોલંકી સહિત પાંચને ઈજા થવાથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાહતા.આ બનાવના પગલે હોસ્પિટલ ખાતે ટોળા ઉમટી પડતા હતા.આ બનાવ અંગે ઈજાગ્રસ્તોના પરીવારજનોએ હુમલાખોર બુટલેગર ટોળકી તેમજ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.પોલીસે હુમલાખોરો સામે ગુનો નોધવાની તજવીજ હાથધરી શોધખોળ શરુ કરી હતી.
સારવાર દરમિયાન સુરેશ દુલા સોલંકી (ઉ.વ.45)નું તલવારના આડેધડ ઘાને લીધે મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
બનાવમાં ભક્તિનગર પોલીસે નવ શખ્સો વિરુદ્ધ હત્યા સહીતની કલમો હેઠ ગુનો નોંધી મુખ્ય આરોપી સહીત પાંચને રાઉન્ડ અપ કરી લીધા છે જયારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.