આરોગ્ય અને લાંબુ આયુષ્ય અંગે બાંગ્લાદેશ અને નેપાળ પણ ભારતથી આગળ
કોઈપણ દેશ માટે તેના લોકોનું સ્વાસ્થ્ય મહત્વનું હોય છે પરંતુ હેલ્થકેર સેગમેન્ટમાં ભારત ખુબ જ પછાત છે. દેશનું માત્ર એક ટકા જીડીપી હેલ્થકેર માટે વપરાય છે ત્યારે નોબલ લોરેટ અને અર્થશાસ્ત્રી આર્મત્યાસેને ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયની સ્થિતિ મુજબ લોકોના સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ સર્જાવાની દહેશત ફેલાઈ રહી છે. ભારતમાં હેલ્થકેર સેગમેન્ટને ખુબ જ નિષ્ફળતા મળી છે. તેથી રોગ, બિમારીઓનો સતત વધારો થઈ રહ્યો છે જેનું એક કારણ હેલ્થ કરપ્શન પણ છે. ૧૯૯૯માં ભરત રત્ન મેળવતા આર્મત્યાનો દાવો છે કે સ્વાસ્થ્ય અંગે ભારતીય ઓર્ગેનિઝમની રચના ખુબ જ ભ્રષ્ટાચારયુકત બની રહી છે. જે ભવિષ્યમાં હેલ્થ ક્રાઈસીસનો ઉદભાવ કરી શકે છે. સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી હોવા છતા લોકોની સ્વાસ્થ્યનો હાલ બેહાલ જ છે. આરોગ્ય ક્ષેત્રે ચીન, થાઈલેન્ડ તો ઠીક પણ બાંગ્લાદેશ અને નેપાળ પણ ભારતથી આગળ છે. હેલ્થ ક્ષેત્રે ભારતનો રેકોર્ડ ખુબ જ બત્તર બની રહ્યો છે. ૮૪ વર્ષીય મિસ્ટર સેન પોતે સોશિયલ જસ્ટીસ અને હેલ્થકેર ક્ષેત્ર સાથે જોડાયેલા છે. મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા મેડિકલ કવોલીટીની વાતો વચ્ચે પણ જોલા ખાઈ રહ્યું છે જયારે તંત્રએ જવાબદારીમાંથી હાથ ખંખેરવા જોઈએ નહીં.