‘મોરના ઈંડાને કદી ચિતરવા ન પડે’ અથવા ‘પુત્રના લક્ષણ પારણામાં’ તે ગુજરાતી કહેવતો સચિન પૂત્ર અર્જૂન તેંડુલકરને બરાબર લાગુ પડે છે. કેમ કે, અર્જૂન તેંડુલકરે કુચ બિહાર ટ્રોફિમાં એકજ મેચમાં પાંચ વિકેટ ઝટકી છે. તે ઓલ રાઉન્ડર બનવા માંગે છે. તે બેટીંગની સાથો સાથ બોલીંગ પર પણ ધ્યાન દઈ રહ્યો છે. ફિટનેશ જાળવીને ફિલ્ડીંગમાં પણ પાવરધો છે.
તેણે કુચ બિહાર ટ્રોફિમાં અન્ડર-૧૯માં મુંબઈ વતી એક જ મેચમાં પાંચ બેટધરોને આઉટ કર્યા હતા. સ્વાભાવિક રીતે જ અર્જૂનના સચિન અને અંજલિ તેંડુલકરને પુત્રના લક્ષણ પારણામાં દેખાઈ ગયા હશે. અહીં ખાસ નોંધવું ગમે કે, લીટલ માસ્ટર તરીકે ઓળખાતા લેજન્ડરી ક્રિકેટ સુનિલ ગાવસ્કરનો પુત્ર રોહન ગાવસ્કર પણ મુંબઈ વતી કુચ બિહાર અને રણજી ટ્રોફિમાં રમતો હતો. પરંતુ તે ખાસ આગળ વધી શકયો નથી. બીજી તરફ અર્જૂન તેંડુલકર પિતાની માફક મકકમ ગતિએ આગળ વધી રહ્યો છે.
તેણે મધ્યપ્રદેશની ટીમ સામે સુંદર દેખાવ કર્યો હતો. સચિન તેંડુલકરની ડોકયુમેન્ટરી ફિલ્મમાં પણ અર્જૂનને નેટ પ્રેકટીસ કરતો બતાવાયો છે. જેમાં તેના પિતા સચિન તેંડુલકર તેને પ્રેકટીસ કરાવે છે. આ ફિલ્મમાં અર્જૂન તેંડુલકર બેટીંગ અને બોલીંગ બન્નેની જોરદાર પ્રેકટીસ કરતો બતાવાયો છે.