સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન અને સૌરાષ્ટ્ર-કચ્છની સંગીત અને પત્રકારત્વનાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમો ચલાવતી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે પત્રકારત્વ તથા બી.પી.એ. પ્રથમ વર્ષ-પ્રથમ સેમેસ્ટરમાં ગાયન, તબલા અને કથક વિષયમાં પ્રવેશ કામગીરીનો પ્રારંભ થયો છે.
કોલેજ સંચાલક વિવેક હિરાણીની યાદીમાં જણાવાયા અનુસાર, કોલેજની શૈક્ષણિક અને વહિવટી ગુણવતા સંદર્ભે થયેલા એસેસમેન્ટમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કમિટી દ્વારા મુલ્યવાન ‘બી’ ગ્રેડ અને ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત સ્વાયત સંસ્થા કેસીજીના ત્રિપલ ‘એ’ મુલ્યાંકનમાં પ્રથમ ગ્રેડ મેળવનાર, સને ૧૯૯૨થી રાજકોટ ખાતે કાર્યરત આ કોલેજમાં પત્રકારત્વ (બી.જે.એમ.સી)ના એક વર્ષ (બે સેમેસ્ટર)નાં ડિગ્રી કક્ષાનાં અભ્યાસક્રમમાં પ્રવેશ ઈચ્છુક ભાઈ-બહેનોએ યુજીસી માન્ય કોઈપણ યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે પત્રકારત્વનાં વિવિધ ક્ષેત્રો, અખબારો, ન્યુઝ ચેનલો, મેગેઝીન વગેરેમાં નોકરીની ખુબ મોટી તકો હોવા ઉપરાંત એફ.એમ.રેડિયો, આકાશવાણી, દુરદર્શન કેન્દ્ર અને રાજયનાં માહિતી ખાતાઓ, સરકારી અને ખાનગી કંપનીઓમાં જનસંપર્ક અધિકારી (પી.આર.ઓ) તરીકે પણ નોકરીની તક ઉપલબ્ધ છે.
વિવેક હિરાણીએ ઉમેર્યું હતું કે, બી.જે.એમ.સી.નાં અભ્યાસ બાદ વિદ્યાર્થી આ કોલેજમાં પત્રકારત્વમાં એમ.જે.એમ.સી અને પીએચડી સુધીના અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પત્રકારત્વમાં અનેક કૌશલ્યપૂર્ણ પત્રકારો આપનાર આ કોલેજમાં ચાલુ વર્ષે ગુજરાતી, વે ટુ વે વેબપોર્ટલ, ઈ-ટીવી ભારત અને એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલ દ્વારા કરવામાં આવેલા કેમ્પસ ઈન્ટરવ્યુમાં અનેક વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે.
આ ઉપરાંત કોલેજમાં શિખવવામાં આવતા શુઘ્ધ ભારતીય શાસ્ત્રીય ગાયન, વાદન અને શાસ્ત્રીય નૃત્યનાં શાસ્ત્રોકત અને ડિગ્રી કક્ષાનાં અભ્યાસક્રમો બી.પી.એ.માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ કોઈપણ પ્રવાહમાં ધો.૧૨ પાસ કરેલ હોવું જરૂરી છે. શિક્ષણનાં વ્યાપારીકરણના પરીણામે આજે વિદ્યાભ્યાસ બાદ યુવાનો ઠેર-ઠેર તલાશમાં પરેશાન છે. કોલેજમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ તેમજ વધુ વિગતો માટે સવારે ૧૦ થી રાત્રીના ૮ સુધીમાં અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોમિર્ંગ આર્ટસ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ, હેમુગઢવી હોલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.નં.૯૮૭૯૨ ૩૯૫૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.