મોરના ઈંડા ચીતરવા ન પડે …
જુલાઈ મહિનામાં અંડર-૧૯ના શ્રીલંકા પ્રવાસ માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરના પુત્ર અર્જુન તેંડૂલકરને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય અંડર-૧૯ ટીમ જુલાઈમાં શ્રીલંકા વિરૂદ્ધ ચાર મેચ રમશે. ૧૮ વર્ષિય અર્જુનની પસંદગી ચાર દિવસીય બે ટેસ્ટ મેચો માટે કરવામાં આવી છે.
જોકે, એક દિવસીય સ્ક્વોર્ડમાં અર્જુન પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે, જે પાંચ મેચોની સિરીઝ રમાશે. અર્જુન જોનલ ક્રિકેટ એકેડમીમાં થયેલ અંડર-૧૯ ક્રિકેટના કેમ્પનો પણ ભાગ હતો અને તે મેચો પણ રમી છે. આશીષ કપૂર, જ્ઞાનેન્દ્ર પાંડ અને રાકેશ પારીખ અંડર-૧૯ સ્તરના પસંદગીકાર છે.
ચાર દિવસીય મેચોની સ્ક્વોડની કમાન દિલ્હીના વિકેટ કિપર બેટ્સમેન અનુજ રાવતને આપવામાં આવી છે. રાવતે ૨૦૧૭-૧૮ રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આનાથી પહેલા પાછલા વર્ષે અંડર-૧૯ એશિયા કપમાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે એક દિવસીય સ્કવોડની કેપ્ટનસી આર્યન જુયાલને સોંપવામાં આવી હતી, જેને વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ તરફથી લિસ્ટ એ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.