પડતર અને નવા પ્રશ્ર્ને મહેસુલ અને કાયદા મંત્રીને લીગલ સેલના સહક્ધવીનર અનીલભાઈ અને અર્જુનભાઈ રૂબરૂ ચર્ચા કરશે
શહેરના હેમુ ગઢવી હોલમાં વન-ડે, વન-ડિસ્ટ્રીકટ કાર્યક્રમ નાં અનુસંધાને પ્રદેશ ભા.જ.પ. પ્રમુખ સી.આર.પાટીલએ વકીલ,ડોક્ટર,એન્જીનીયર અને વિવિધ વર્ગ નાં બુદ્ધિજીવીઓની મુલાકાત લઈ સંવાદ કરેલો,જે સંવાદ માં વકીલોનાં પ્રશ્નો રજુ કરતાં બાર એસોસિએશનનાં પ્રમુખ અર્જુનભાઇ પટેલે વ્યક્તિગત રીતે પાટીલની મળી રજૂઆત કરેલી કે, રેવન્યુ અધિકારીઓ દ્વારા વકીલોને દસ્તાવેજો રજીસ્ટર કરાવવામાં મુશ્કેલીઓ પડે તેવા પરીપત્રો બહાર પાડવામાં આવ્યો છે.જે સંબંધે તાત્કાલિક ઘટતું કરવા રજૂઆત કરેલ તેમજ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે દસ્તાવેજો નોંધાતા નથી અને પરિણામે ન નોંધાયેલા દસ્તાવેજો ફરીથી નોંધવા સંબંધે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. તે અંગે બારના પ્રમુખ તરીકે બે વખત રૂબરૂ રજૂઆત કલેકટરને કરેલ છે છતાં પણ તે મુશ્કેલીનું નિરાકરણ થઈ શકેલ નથી જેથી આ બાબતે પણ ઘટતું કરવા રજૂઆત કરેલી પાટીલે વકીલોને પડતી તમામ મુશ્કેલી અને સમસ્યાઓ સંબંધે રૂબરૂ ગાંધીનગર મળી જવા માટે પણ જણાવેલ છે
ત્યારે બાર પ્રમુખ અર્જુનભાઈ પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલએ તેમજ ભરતભાઈ બોઘરાનો આભાર વ્યકત કરેલ છે. હાલ રેવન્યુની પ્રેક્ટિસ કરતા વકીલોને જે મુશ્કેલીઓ પડે છે તે મુશ્કેલીઓનો ટૂંક સમયમાં જ અંત આવશે તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરના વકીલોના પ્રશ્ન તેઓ સતત જાગૃત રહી વકીલ હિતની ચિંતા કરી સરકારમાં સબળ અને સચોટ રજૂઆત કરશે અર્જુન પટેલે વધુમાં જણાવેલ કે, પાટીલની સાથેની વન ટુ વન ચર્ચા દરમ્યાન વકીલોની મુશ્કેલી અંગેના જે નિરાકરણો માટેના સૂચનો હોય તે પણ જણાવવા જણાવેલ છે જેથી આગામી દિવસોમાં રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ મિત્રોની સાથે ચર્ચા વિચારણા કરી વકીલોના પ્રશ્નો અને તેના નિરાકરણ માટેના સૂચનો માટે તમામ વકીલોને બોલાવી મિટીંગ કરશે જેથી પ્રશ્નોના નિરાકરણ માટેનો સ્પષ્ટ વિકલ્પ સરકારને સૂચવે શકાય પ્રમુખ અર્જુન પટેલના આ સરકાર સાથેના સંવાદના પ્રયાસને આવકારેલ છે ટૂંક સમય માં બારના પ્રમુખ અર્જુન પટેલ અને જ ભાજપ પ્રદેશ લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈ વકીલોના પ્રશ્નો સબંધે ટૂંક સમયમાં જ મહેસુલ અને કાયદા મંત્રીને મળવાના છે. ત્યારે વકીલોને પડતર પ્રશ્નો તથા નવા ઉદભવેલા પ્રશ્નોના નિકાલની આશા દેખાઈ રહી છે.