પોરબંદર વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ 1,16,808 મતની ઐતિહાસિક સરસાઈ સાથે ભવ્ય જીત
ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 1,33,163 (કુલ મતના 86%) મત પ્રાપ્ત થયા, કોંગ્રેસના ઉમેવાર શ્રી રાજુભાઈ ઓડેદરાને કુલ 16,355 મત મળ્યા
પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતગણતરી દરમિયાન તમામ 18 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારો શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. મનસુખભાઈ માંડવીયાને સરસાઈ મળી
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને મળેલ 1,16,808 મતની ઐતિહાસીક સરસાઈએ 83-પોરબંદર વિધાનસભાના બેઠકના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી સરસાઈ, આ પહેલ સૌથી મોટી સરસાઈ 23,640 મતની હતી
વર્ષ 2022 સુધી પોરબંદરમાં કુલ 14 વિધાનસભાની ચુંટણી થઈ, જેમાં મળેલ સરસાઈનો કુલ સરવાળો 1,09,997 થાય છે, જ્યારે આ એક જ ચુંટણીમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ 1,16,808 મતની સરસાઈ મળી
મારા એકલાની શક્તિ નથી કે 1,16,80 મતની સરસાઈ લઈ આવું, આ જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને સૌથી વિશેષ પોરબંદરની જનતાના કારણે શક્ય બની – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
પોરબંદર વિધાનસભાની પેટા ચુંટણીમાં આ વખતે 1,16,808 મતની ઐતિહાસિક સરસાઈ સાથે ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રેકોર્ડબ્રેક જીત થઈ છે. 83 પોરબંદર વિધાનસભાની આ પેટા ચુંટણીમાં કુલ 1,54,909 લોકોએ (58%) મતદાન થયુ હતું. જેની આજે હાથધરવામાં આવેલ મતગણતરીમાં ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 1,33,163 મત પ્રાપ્ત થયા છે, જેની સામે કોંગ્રેસના ઉમેવાર શ્રી રાજુભાઈ ઓડેદરાને કુલ 16,355 મત પ્રાપ્ત થયા છે, જ્યારે અપક્ષ ઉમેદવાર શ્રી જીવણ જુંગીને 1089 મત, શ્રી અશ્વિન મોતીવરસને 477 મત, શ્રી દિલાવર જોખીયાને 386 મત પ્રાપ્ત થયા છે. વીરો કે વીર ઈન્ડિયન પાર્ટીના ઉમેદવાર શ્રી રસીક મંગેરાને 806 મત મળ્યા છે અને 2633 મત નોટોમાં ગયા છે. ટકાવારીમાં જોઈએ તો થયેલ મતદાનમાંથી 86% મત ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને મળ્યા છે. જે માત્ર પોરબંદરમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈ એક ઉમેદવારની તરફેણમાં પડેલ મતની ટકાવારીનો રેકોર્ડ છે. ખાસ વાત એ છે કે પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતગણતરી દરમિયાન તમામ 18 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારો શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. મનસુખભાઈ માંડવીયાને સરસાઈ મળી હતી. તેમાં પણ માત્ર ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને ચાર આંકડાના મત મળ્યા હતા. આ પણ પોતાની જાતે એક નવો રેકોર્ડ છે.
83 પોરબંદર વિધાનસભાની પેટા ચુંટણીનું પરિણામ:-
ઉમેદવાર |
પાર્ટી |
મળેલ મત |
મળેલ મતની ટકાવારી |
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા |
ભાજપ |
133163 |
85.97% |
શ્રી રાજુ ઓડેદરા |
કોંગ્રેસ |
16355 |
10.55% |
શ્રી જીવણ જુંગી |
અપક્ષ |
1089 |
0.70% |
શ્રી અશ્વિન મોતીવરસ |
અપક્ષ |
477 |
0.30% |
શ્રી દિલાવર જોખીયા |
અપક્ષ |
386 |
0.24% |
શ્રી રસીક મંગેરા |
VVIP |
806 |
0.52% |
નોટો |
– |
2633 |
1.68% |
83-પોરબંદર વિધાનસભાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને મળેલી ઐતિહાસીક સરસાઈએ 83-પોરબંદર વિધાનસભાના બેઠકના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી સરસાઈ છે. આ પહેલા સૌથી મોટી સરસાઈ 23,640 મતની હતી. જ્યારે આ વખતે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ 1,16,808 મતની સરસાઈ એટલે કે તે સરસાઈ કરતા લગભગ પાંચ ગણી સરસાઈ સાથે નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. પોરબંદર વિધાનસભા બેઠક ઉપર પ્રથમ વખત વર્ષ 1962 માં વિધાનસભાની ચુંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી પોપટલાલ કક્કડનો 2782 મતની સરસાઈથી વિજય થયો હતો. ત્યારથી લઈને વર્ષ 2022 સુધી પોરબંદરમાં કુલ 14 વિધાનસભાની ચુંટણી થઈ છે. જેમાં ઉમેદવારોને મળેલ સરસાઈનો કુલ સરવાળો 1,09,997 થાય છે, જ્યારે આ એક જ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ 1,16,808 મતે વિજય મેળવીને પોરબંદર વિધાનસભાની બેઠક ઉપર એક નવો જ વિક્રમ સ્થાપિત કર્યો છે.
૮૩ પોરબંદર વિધાનસભા બેઠક ઉપર થયેલ ચુંટણીના પરિણામોઃ–
ચુંટણી વર્ષ |
વિજેતા ઉમેદવાર |
પાર્ટી |
લીડ |
1962 |
શ્રી પોપટલાલ કક્કડ |
કોંગ્રેસ |
2782 |
1967 |
શ્રી પી.ડી. કક્કડ |
કોંગ્રેસ |
823 |
1972 |
શ્રી માલદેવજી ઓડેદરા |
કોંગ્રેસ |
11894 |
1975 |
શ્રી વાસણજી ઠક્કર |
બીજેએસ |
4120 |
1980 |
શ્રી શશીકાંત લાખાણી |
કોંગ્રેસ |
6617 |
1985 |
શ્રી લક્ષ્મણભાઈ આંગઠ |
કોંગ્રેસ |
22701 |
1990 |
શ્રી શશીકાંત લાખાણી |
જેડી |
977 |
1995 |
શ્રી બાબુભાઈ બોખીરીયા |
ભાજપ |
12391 |
1998 |
શ્રી બાબુભાઈ બોખીરીયા |
ભાજપ |
23640 |
2002 |
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા |
કોંગ્રેસ |
4400 |
2007 |
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા |
કોંગ્રેસ |
9616 |
2012 |
શ્રી બાબુભાઈ બોખીરીયા |
ભાજપ |
17146 |
2017 |
શ્રી બાબુભાઈ બોખીરીયા |
ભાજપ |
1855 |
2022 |
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા |
કોંગ્રેસ |
8181 |
2024 |
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા |
ભાજપ |
116808
|
આ ઐતિહાસિક જીત બાદ કાર્યકર્તાઓને સંબોધતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ ચુંટણી શરૂ થઈ તે પહેલા જ આપણે પોરબંદર લોકસભા તેમજ વિધાનસભાની ચુંટણીમાં ઐતિહાસિક સરસાઈ સાથે જીતવાનો સંકલ્પ કર્યો હતો. જેને પોરબંદરની જનતાએ સાર્થક કરી છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે મારા એકલાની શક્તિ નથી કે 1,16,80 મતની સરસાઈ લઈ આવું. પરંતુ આ જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને સૌથી વિશેષ પોરબંદરની જનતાના કારણે શક્ય બની છે. પોરબંદરના તમામ લોકોએ કોઈ જાતિ, ધર્મના ભેદભાવોમાં ફસાયા વગર એક પરિવાર બનીને મતદાન કર્યુ છે અને મને તેમજ ડૉ. મનસુખભાઈ માંડવિયાને જંગી બહુમતીથી જીતાડ્યા છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે આ ચુંટણી પોરબંદરને નવી ઓળખ અપાવવાની, પોરબંદરને વિકાસ માટે મોદી ટચ મળે તે માટેની ચુંટણી હતી. જેને સફળ બનાવવામાં આપણે ખરા ઉતર્યા છીએ. જે માટે હું પોરબંદર વિધાનસભા સાથે સમગ્ર જિલ્લાની જનતાનો આભાર માનું છું. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે હું અને ડૉ. મનસુખભાઈ માંડવિયા બન્ને પોરબંદરની જનતાએ અમારા ઉપર મુકેલ આ વિશ્વાસને સાર્થક કરવાનો પ્રયત્ન કરીશું. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આપણો પોરબંદર વિસ્તાર ખેતી, નાના હુન્નરમન વેપાર–ધંધા અને માછીમારી સાથે સંકળાયેલ વિસ્તાર છે. જેમાં દરેક વ્યક્તિના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લઈ આવવાનું છે. જેની શરૂઆત આ ચુંટણીથી થઈ છે. આપણને કર્મઠ સાંસદ સભ્ય મળ્યા છે. પોરબંદરને અત્યાર સુધી જે સાંસદ સભ્યો મળ્યા તેમણે પોરબંદરને પરિવાર માની લોકહિતના કામ કર્યા છે, પરંતુ પ્રથમ વખત પોરબંદરને કેબિનેટ મંત્રી કક્ષાના સાંસદ સભ્ય મળ્યા છે. એટલે આગામી દશકો પોરબંદરનો હશે તે નક્કી છે. આ કોઈ ઉમેવાર કે પાર્ટીની નહીં તમામ કાર્યકર્તાઓની મહેનત અને જનતાના વિશ્વાસની જીત છે. આ માટે હું તમામ કાર્યકર્તાઓ અને પોરબંદરની જનતાનો આભારી છું.