અર્જુન તેંડુલકરે ગોવા માટે રાજસ્થાન વિરુદ્ધ રણજી ટ્રોફીમાં ડેબ્યુ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

રણજી ટ્રોફી ડેબ્યુમાં સદી ફટકારનારા બેટ્સમેનોમાં  સચિન ઉપરાંત રોહિત શર્મા, પૃથ્વી શો, યશ ધૂલ, અમોલ મજૂમદાર, પ્રિયમ ગર્ગ જેવા નામો સામેલ છે. અર્જુન તેંડુલકર પણ પિતા સચિન તેંડુલકરના પગલે આગળ વધ્યો છે. અર્જુન તેંડુલકર અગાઉ મુંબઈ ટીમ માટે રમતો હતો. જોકે, તેને ડેબ્યુ કરવાની તક મળી ન હતી. બાદમાં તે ગોવા ટીમ સાથે જોડાયો હતો અને સોમવારે તેને રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરવાની તક પણ મળી હતી અને સદી પણ ફટકારી હતી.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં ધમાકેદાર ડેબ્યુ કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેણે રાજસ્થાન વિરુદ્ધ પ્રથમ મેચની પ્રથમ ઈનિંગ્સમાં લાજવાબ અંદાજમાં બેટિંગ કરીને સદી ફટકારી છે. અર્જુને 52 બોલમાં સિક્સર સાથે અડધી સદી પૂરી કરી હતી જ્યારે 178 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે પોતાની સદીની ઈનિંગ્સ દરમિયાન 12 ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.

પ્રથમ દિવસના અંતે અર્જુન તેંડુલકર 207 બોલમાં 16 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 120 રન નોંધાવીને આઉટ થઈ ગયો હતો. રણજી ટ્રોફીની ડેબ્યુ મેચમાં જ સદી ફટકારીને અર્જુને પોતાના પિતા સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.

સચિને 11 ડિસેમ્બર 1988માં રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું અને સદી ફટકારી હતી. ત્યારે રણજી મેચમાં મંગળવારે ગોવાની પાંચમી વિકટે પડી ત્યારબાદ અર્જુન તેંડુલકરને બેટિંગમાં આવવાની તક મળી હતી. તેણે અનુભવી બેટરની જેમ બેટિંગ કરી હતી. અત્યાર સુધી અર્જુન તેંડુલકર ફાસ્ટ બોલર તરીકે પ્રસ્થાપિત થયો હતો પરંતુ તે સારો બેટ્સમેન હોવાનું પણ સાબિત કર્યું છે. 16 મી ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝનમાં મેગા ઓપ્શનમાં અર્જુન તેંડુલકરને અત્યાર સુધી મુંબઈ ઈન્ડીયન્સની ટીમ કરી દીધું હતું ત્યારે હવે અનેક નવી તકો પણ તેના માટે ઊભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.