અરિહંત અનુકૃપા ગ્રુપ દ્વારા સંવત્સરી પર્વ નિમિતે જીવદયાનું સુંદર કાર્ય કર્યુ હતું.
જૈન ધર્મ અહિંસા પરમો ધર્મના સિઘ્ધાંત પર અડગ છે. જૈન ધર્મના ઇતિહાસમાં જગમગતા તીર્થકરોએ શ્રાવકોએ જીવદયા પ્રેમનો ઉલ્લેખ કર્યા છે. જેના પર અરિહંત અનુકૃપા ગ્રુપની આસ્થા અને શ્રઘ્ધા રહેલી છે. સર્વત્ર જયારે હિંસા ફેલાઇ રહી છે ત્યારે અહિંસાવાદી અરિહંત અનુકૃપા ગ્રુપ નીતિથી જીવદયાનું કામ કરી રહ્યું છે.
ક્ષમા, અહિંસા અને મૈત્રીના સંવત્સરીના પાવન દિવસે ૪૮ જીવોને કતલખાને જતા અટકાવવા પાંજરાપોળમાં મુકી તેઓના જીવને અભયદાન આપી અરિહંત અનુકૃપા ગ્રુપના સભ્યોએ પુણ્યનું અનેરુ ભાથુ બાંઘ્યું છે. તથા પાંજરાપોળમાં નિભાવ પેટે રૂ.૨૫૦૦૦/-નો ચેક પણ અર્પણ કરેલ છે. આ કાર્યમાં કેતનભાઇ પારેખ, વિરલભાઇ મહેતા, નિલેશભાઇ ખજુરીયા, દિલેશભાઇ સોની, પરેશભાઇ ભુવા, શાંતિભાઇ સંઘાણી તથા ગ્રુપના સભ્યોએ સેવા બજાવી હતી.