સેવા, સાધના અને સમર્પણતાના ભાવ સાથે અર્હમ યુવા સેવા ગ્રુપ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર માનવસેવા અને જીવદયાના કર્તવ્યો નિ:સ્વાર્થ ભાવે નિષ્ઠાપૂર્વક નિભાવે છે.
વર્તમાનમાં કોરોના વાયરસની કપરી પરિસ્થિતિ હોવા છતાં અર્હમ યુવા સેવા ગ્રુપના સેવકોએ ૧૮ર જેટલા અબોલ જીવોને ન માત્ર અભયદાન અપાવ્યું પણ સાથે સાથે એમને જાણીતી અને માનીતી રાજકોટ મહાજન પાંજરાપોળ માં સુરક્ષિત સ્થાન આપી શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવ્યું છે. એ અબોલ જીવોને નમસ્કાર મહામંત્ર અને મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનું શ્રવણ કરાવી, એમને શાતા પમાડવાનો પ્રયત્ન કર્યો છે.
એ ૧૮ર જેટલા અબોલ જીવોને જયારે અર્હમના સેવકો રાજકોટ મહાજન પાંજરાપોળમાં લાવ્યાં ત્યારે ત્યાં ઉ૫સ્થિત ટ્રસ્ટીશ્રીઓ અને મહાનુભાવો પંકજભાઇ કોઠારી, સંજયભાઇ મહેતા, મુકેશભાઇ બાટવીયા, બકુલભાઇ રૂપાણી, ઉપેનભાઇ મોદી, મિતુલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, યોગેશભાઇ શાહ ખુબ જ ભાવુક થઇ ગયા હતા અર્હમના સેવકોએ એમનો હ્રદયથી આભાર માન્યો હતો. સમયાંતરે અર્હમ યુવા સેવા ગ્રુપ એ અબોલ જીવોના આહાર-પાણી, સારવાર અને નિભાવની વ્યવસ્થાનું કર્તવ્ય પણ નૈતિક ભાવે નિભાવે છે.
જીવદયાના, અભયદાનના આ સત્તકાર્યોમાં તન, મન અને ધનથી સહાયક અને સહયોગી બનનારને સર્વેને અર્હમ યુવા ગ્રુપના સેવકો અંતરથી આભાર માને છે.