36 વર્ષ બાદ આર્જેન્ટિના વિશ્વ ચેમ્પિયન બન્યું: મેસ્સીનો જાદુ ચાલ્યો
પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામે 4-2થી વિજય મેળવ્યો: ફ્રાંસના એમબાપ્પેના હેટ્રિક ગોલ એળે ગયા!!!
કતાર ખાતે ફિફા વિશ્વકપ 2022નો ફાઇનલ મુકાબલો આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાયો હતો. જેમાં 36 વર્ષના લાંબા સમય બાદ આર્જેન્ટિના વિશ્વકપ ચેમ્પિયન બન્યું છે. અત્યંત રોમાંચ બનેલો મેચ એક્સ્ટ્રા ટાઈમ બાદ પેનલ્ટી તરફ વળ્યો હતો જેમાં આર્જેન્ટિનાએ બાજી મારી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામે 4-2થી વિજય મેળવ્યો હતો. આ સાથે જ લિયોનલ મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું પુરું થયું છે. એકસ્ટ્રા ટાઇમમાં પણ પરિણામ ના આવતા પેનલ્ટી શૂટઆઉટમાં ચેમ્પિયનનો ફેંસલો કરવામાં આવ્યો હતો. જેમાં આર્જેન્ટિનાએ બાજી મારી હતી.પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામે 4-2થી વિજય મેળવ્યો, આર્જેન્ટિના 36 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.
આર્જેન્ટિનાના એન્જલ ડી મારિયોને ફ્રાન્સના ઓસ્માન ડેમ્બેલે પછાડ્યો હતો. જેના કારણે આર્જેન્ટિનાને 23મી મિનિટે પેનલ્ટી મળી હતી. કેપ્ટન મેસ્સીએ પેનલ્ટીમાં ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં એન્જલ ડી મારિયોએ ગોલ કરી આર્જેન્ટિનાને 2-0થી લીડ અપાવી હતી.ફ્રાન્સને 80મી મિનિટમાં પેનલ્ટી મળી હતી. જેમાં એમબાપેને ગોલ કર્યો હતો. એક મિનિટ પછી 81મી મિનિટે એમબાપેએ શાનદાર બીજો ગોલ કરીને સ્કોર 2-2થી સરભર કરી દીધો હતો. મેસ્સીએ એકસ્ટ્રા ટાઇમમાં 109મી મિનિટમાં ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી લીડ અપાવી હતી. જોકે અમબાપે ફરી ટીમની વહારે આવ્યો હતો અને 118મી મિનિટે ગોલ કરી સ્કોર 3-3થી સરભર કર્યો હતો. કહી શકાય કે ફીફા વિશ્વકપ ફાઇનલનો પ્રથમ હાફ આર્જેન્ટિનાના પક્ષમાં રહ્યો હતો. બીજો હાફ ફ્રાન્સના પક્ષે રહ્યો હતો.
આર્જેન્ટિના છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવા સફળ રહ્યું છે. તે 36 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 1978 અને 1986માં આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ફ્રાન્સની વાત કરવામાં આવે તો તે 1998 અને 2018માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ પછી બંને ટીમો ગોલ કરી શકી ન હતી. આર્જેન્ટિનાને બે તક મળી હતી, પરંતુ ફ્રેન્ચ ડિફેન્સે તેમને ગોલ કરવા દીધો નહોતો. મેચ એક્સ્ટ્રા ટાઈમ માટે લંબાવવામાં આવી હતી જેમાં સ્કોર 3-3થી બરાબર કરી દીધો હતો. બાદમાં પેનલ્ટી શૂટઆઉટમાં મેસ્સીની ટીમે મેદાનમાં ઉતરીને ઈતિહાસ રચ્યો હતો. રોમાંચક મેચમાં બંને ટીમોએ એક્સ્ટ્રા ટાઈમમાં પણ શાનદાર પ્રદર્શન કરતા કોઈ પરિણામ આવ્યું ન હતું અને આખરે મેચ પેનલ્ટી શૂટ આઉટમાં ગઈ હતી જેમાં અર્જેન્ટિનાએ શાનદાર પર્ફોર્મન્સ દેખાડતા 4-2થી ફ્રાંસને હરાવ્યું હતું.