ભાવેશ ઉપાધ્યાય, સુરત
છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ વિકટ બની ગઈ છે.સામાન્ય લોકો પાસે અમુક ફરિયાદ મળતાં ખબર પડી કે ગૂગલ પ્લે સ્ટોર પર એવી સેકડો એપ્લીકેશન છે , જે ગેરકાયદેસર રીતે ફકત આધાર કાર્ડ અને પાન કાર્ડ અને આપની એક સેલ્ફી પર 1000 રૂપિયા થી લઈ 50000 રૂપિયા સુધી એક અઠવાડિયા માટે લોન આપે છે પણ આ લોન બદલ અઠવાડીયે 40 ટકા , માસીક 250 વાર્ષીક લગભગ 2400 ટકા જેટલું ગેરકાયદેસર વ્યાજ વસૂલ કરવામાં આવે છે.
એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતી વખતે બીજી એપોની જેમ આ એપ્લિકેશન દ્વારા તમારા ફોનની અમુક પરમિશન લઈ લે છે , જેના લીધે તમારા ફોનમાં રહેલ તમામ ડેટા જેમકે આપણા કોન્ટેક્ટ , ફોટા ફોન અને બીજા ફોનમાં રહેલ ડેટા આ એપ્લિકેશનના સર્વર માં પોહંચી જાય છે, અને પછી 6 દિવસ પછી આવું માતબર વ્યાજ સાથે રકમ વ્યક્તિ જો પાછી ના આપી શકે તો એને એના ફોન માં રહેલ ડેટા ના આધારે બ્લેમેઇલ કરવાનું ચાલુ કરાય છે.
સુરતમાં આવા વ્યવસાયની વાત કરીયે તો હાલના દિવસોમાં સામાન્ય લોકો પાસેથી મળતી માહિતી મુજબ ગેરકાયદેસર લોન એપ્લીકેશન દ્વારા સામાન્ય લોકોને તેમની આર્થિક પરિસ્થિતિનો દુરોપયોગ કરી તાત્કાલિક લોન અપ્રુવ કરી પૈસા તાત્કાલિક બેન્ક એકાઉન્ટમાં આવી લોન એપ્લીકેશન દ્વારા કરવામાં આવે છે. ત્યાર બાદ પૈસાની ઉઘરાણીના કોલ્સ વારંવાર કરવામાં આવે છે , ત્યાર બાદ આવી લોન એપ્સ દ્વારા ખુબજ પુષ્કળ પ્રમાણમાં આશરે માસિક ૨૦૦ % સુધીનું વ્યાજ ઉધરાવવામાં આવે છે , જે તદ્દન ગેરકાયદેસર છે ઉપરાંત જે રકમ બેન્ક દ્વારા મંજુર કરવામાં આવે છે તેના કરતા અડધા રૂપિયા ખાતામાં જમા કરવામાં આવે છે , અને સમય પૂરો થતા સંપૂર્ણ રૂપિયાની ચુકવણી માટેની ગેરકાયદેસર રીતે ઉધરાણી કરવામાં આવે છે.
સાયબર ક્રાઇમમાં આ પ્રકારે ખૂબ જ મોટા પ્રમાણમાં યુવાનો ફસાઈ રહ્યા છે અને તે લોકોની મદદ કરવા માટે કોંગ્રેસ નેતા દીપ નાયકે એક હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે જેના થકી છે ફ્રોડનો શિકાર બનેલ યુવાનો સંપર્કમાં આવશે તો તેનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. સાઇબર ક્રાઇમ સહિત પોલીસ કમિશનર સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ પ્રશ્નને વિધાનસભામાં પણ અમારા વિરોધ પક્ષના નેતા દ્વારા ઉઠાવવામાં આવશે. કેન્દ્રીય અમારા નેતાઓ આ બાબતે નાણા મંત્રાલયને પણ રજૂઆત કરશે.