277 બાંધકામ સાઇટ, 176 સેલર-કોમ્પ્લેક્સ, 188 હોટેલ-રેસ્ટોરન્ટ, 109 ભંગારના ડેલા અને 33 મોલ-સિનેમામાં મચ્છરની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરાયું
કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 995 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મચ્છરોનો ઉપદ્રવ જણાતા 286 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.
જુન માસ, “મેલેરિયા વિરોધી માસ” અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છરર ઉત્5તિ અને મેલેરિયા તથા ડેન્યુછે – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરી મેલેરીયાને અટકાવવા તથા મેલેરીયા મુક્ત ગુજરાત સાર્થક માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. પ્લાસ્ટીક કે અન્ય ભંગાર અથવા તો ખુલ્લી જગ્યામાં પાણી ભરાય તેવો સામાન રાખતા હોય તેવા ભંગાર અને ટાયરના વેપારીઓ, બાંઘકામ સાઇટ, હોટેલ – રેસ્ટોરેન્ટ, મોલ – સિનેમા વગેરે પ્રિમાઇસીસ ને ત્યાં મચ્છર ઉત્પત્તિ સ્થાન અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી 5રિસ્થિતી જોવા મળે તો કાયદાકીય રીતે નોટિસ ઇસ્યુ કરી મચ્છર ઉત્પત્તિ સ્થાનો ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી.
આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તોરોમાંથી 277 બાંઘકામ સાઇટ, 109 ભંગારના ડેલા / પંચરની દુકાન, 176 સેલર / કોમ્પ્લેક્ષ, 33 મોલ / કિરાણા મોલ / સિનેમા, 188 હોટેલ – રેસ્ટોરેન્ટ તથા અન્ય 212 પ્રિમાઇસીસ સહિત 995 પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ મચ્છ ર ઉત્5તિ અથવા મચ્છ0ર ઉત્પતિ થાય તેવી પરિસ્થિણતી જોવા મળતા મળી આવતા 286 પ્રિમાઇસીસને નોટીસ આ5વામાં આવી હતી. મચ્છર ના થાય તે માટે ચોમાસામાં ખાસ કરીને મચ્છરનો ઉપદ્રવ વધતો હોવાથી તે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં કે ઘરની આજુબાજુમાં કે ધાબાં પર સહેજ પણ વરસાદ નું પાણી જમા ના થાય, જો આ વરસાદ નું પાણી જમા થતું હોય તો તાત્કાલિક રીતે તેને કાઢી નાખવું જોઈએ, પક્ષીકુંજ ચોમાસામાં ના મુકવા જોઈએ, જો મુક્યા હોય તો હવે તે સાફ કરી ને ઘરમાં લઈ લેવા જોઈએ. અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીની ટાંકી હવાચુસ્ત ઢાંકણ થી બંધ રાખવી જોઈએ, ઘરમાં મની પ્લાન્ટ , કુંડા, એરકુલર નું પાણી નિયમિત સાફ રાખવું જોઈએ, ધાબા પર નો ભંગાર કાઢી નાંખવો જોઈએ, આમ, જ્યાં પણ વરસાદ નું એક ચમચી પણ પાણી જમા થવાની શક્યતા હોય કે ઘરમાં જ્યાં પાણી જમા થતું તે દરેક વસ્તુ ની નિયમિત સાફ સફાઈ કરવી જોઈએ. ટાયર પંકચરની દુકાનો, ગેરેજોમાં ટાયરો તેમજ ભંગાર વગેરેમાં વરસાદી પાણી ભરાવાથી મચ્છર ઉત્પન્ન થાય છે જે સાફ કરાવી ઢાંકીને રાખવા અનુરોધ કરાયો છે.