સતત છઠ્ઠા વર્ષ સફળતાના શિખર સર કરતું અરેના એનિમેશન
અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષા ક્રેએટિવ માઇન્ડસ-૨૦૧૯ નામની સ્પર્ધાનું એવોર્ડ ફંડશન યોજવામાં આવ્યું હતું. જે ભારતની અગ્રણી એનીમેશન શૈક્ષણીક સંસ્થા એરેના એનિમેશન દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે. જે દેશભરમાં પ૦૦ થી વધારે વિઘાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પુરી પાડે છે.
વિઘાર્થી પોતાના શિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ અલગ કેટેગરીમાં ક્રેએટીવ વર્ક બનાવી અને સમયમર્યાદાની અંદર અને ટીમ વર્કમાં કામ કરવાનો અનુભવ પણ લે છે. આ બધા વિઘાર્થીના કાર્યનું મૂલ્યાંકન ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે અને આ નિષ્ણાતો ને રાજકોટના વિઘાર્થીઓનું વર્ક ઇન્ડસ્ટ્રી પ્રોફેસર જેવું લાગ્યુ અને બધી જ કેટેગરીમાં પ્રથમ, દ્વીતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા.
એરેના એનિમેશન રાજકોટ, મકકમ ચોક ના વિઘાર્થીઓ સ્મિત કાલરીયા, સિઘ્ધાર્થ ભલસોદ અને જયદીપ કરગથરા, ૩ડી આર્કિટેકચર વિઝ, પ્રથમ ક્રમાંક પ્રગ્નેશા કાચા ૩-ડી આર્કિટેકચર વીઝ દ્વિતીય ક્રમાંક વિવેક મંડાલીયા, ૩-ડી એસેટ મોડેલલીંગ પ્રથમ ક્રમાંક યશ બખાઇ, કવર પેજ ડિઝાઇન દ્વિતીય ક્રમાંક, સિઘ્ધાર્થ ભલસોદ અને જયદીપ કરગથરા, વીએફકસ કોમ્પોઝીટીંગ પ્રથમ ક્રમાંક એવોર્ડ મેળવી સન્માનીત થયા છે.
એરેના એનિમેશન રાજકોટ મકકમ ચોકના વિઘાર્થીઓ છેલ્લા આઠ વર્ષ થી કેએટીવ માઇન્ડસની સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં હાઇએસ્ટ એવોર્ડસ જીતી એરેના એનિમેશન રાજકોટ મકકમ ચોક ના નામ નો ડંકો સમગ્ર ગુજરાતમાં ગાજતો કરીયો છે અને એટલું જ નહી આ વર્ષે સૌથી વધારે રાજકોટના વિઘાર્થીઓને પ્રથમ ક્રમાંક ના પુરસ્કાર મળ્યા છે.
વર્ષ ૨૦૧૪ થી લઈને ૨૦૧૯ સુધીની એવોર્ડસ ની યાદી નીચે મુજબ છે જે દરેક વર્ષ માં સૌથી વધારે એવોર્ડસ ની સખિયા હંમેશા એરેના એનિમેશન રાજકોટ મકકમ ચોકના વિઘાર્થીઓજ મેળવીયા છે. વર્ષ ૨૦૧૪-૮ એવોર્ડસ મળ્યા હતા, વર્ષ ૨૦૧૫ – પ એવોર્ડસ મળ્યા હતા, વર્ષ ૨૦૧૬ – ૯ એવોર્ડસ મળ્યા હતા, વર્ષ ૨૦૧૭ – ૬ એવોર્ડસ મળ્યા હતા., વર્ષ ૨૦૧૮ – પ એવોર્ડ મળ્યા હતા. તથા વર્ષ ૨૦૧૯ – પ એવોર્ડસ મળ્યા છે.
એરેના એનિમેશન રાજકોટ-મકકમ ચોક છેલ્લા છ વર્ષથી કેએટિવ માઇન્ડસની સ્પર્ધામાં સતત હાઇએસ્ટ એવોર્ડ જીતું આવ્યું છે. એરેના એનિમેશન રાજકોટ મકકમ ચોક આ સિવાય બીજી ઘણી બધી શૈક્ષણિક પ્રવૃતિઓ કરે છે. જેનાથી મલ્ટિમીડીયાની કક્ષામાં વિઘાર્થીઓનું કરિયર સારુ બને અને શ્રેષ્ઠ રોજગારીની તકો ઉભી થાય.
રાજયમાં સૌથી વધારે એવોર્ડ મેળવવાની પરંપરા અમારી બ્રાન્ચે જાળવી તેનું ગૌરવ: વિશાલ સીતાપરા
એરેના એનીમેશનની મકકમ ચોક બ્રાન્ચના ફેકલ્ટી વિશાલ સીતાપરાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આ સ્પર્ધા ક્રિએટીવ માઇન્ડસ-૨૦૧૯ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે. જેમાં નવ કેટેગરીમાં દેશભરના ર૦૦ જેટલા વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમારી બ્રાન્ચના વિઘાર્થીઓએ જીડી આર્કિટેકચર વીઝ, થ્રી ડી એસેટ મોડેલીંગ, કવર પેજ ડીઝાઇન, વીએફએકસ કોમ્પોઝીટીંગ કેટેગરીમાં ઝળકીને પ્રથમ અને દ્વિતીય નંબર મેળવ્યો છે. અમારી બ્રાન્ચે રાજયભરમાં સૌથી વધારે એવોર્ડ મેળવવાની પરંપરા જાળવીને પાંચ એવોર્ડ મેળવ્યા છે. જે અમારા માટે ગૌરવનીવાત છે.
એરેનામાં એનિમેશનમાં અપાતું તલસ્પર્શી જ્ઞાન વિઘાર્થી કેરીયરમાં ઉપયોગી: સ્મીત કાલરીયા
એરેના એનીમેશનની મકકમ ચોક બ્રાન્ચના એવોર્ડ મેળવનારા વિઘાર્થી સ્મિત કાલરીયાએ અબતક સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે એનીમેશન મે જી.ડી.નો કોર્ષ કરેલ છે. ૨૦૧૯ માં યોજાયેલા જીયેટીવ માઇન્ડસ સ્પર્ધામાં ૩-ડી વોકથુમાં મને પ્રથમ સ્થાન મળેલું છે. જેમાં અમારા વિશાલ સરે પણ ઘણી બધી મદદ કરી હતી છેલ્લા પ વર્ષથી આવા પ્રાઇઝ રાજકોટ જીતી રહ્યું છે જે વાતનો આ મને ગૌરવ છે. એરેનામાં એનીમેશનના વિવિધ ભાગોનું ઝીણવટપૂર્વક નું જ્ઞાન આપવામાં આવે છે ઉપરાંત થીયરીની સાથે પ્રેકટીકલ જ્ઞાન પણ આપવામાં આવે છે. જે વિઘાર્થીના કેરીયર મારે મહતવપૂર્ણ પુરવાર થાય છે.