ગઇકાલે એક જ દિવસમાં પપ00 કિલો અખાદ્ય જથ્થો પકડાયો: મેળામાં પણ કડક ચેકીંગ કરાશે
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા દર વર્ષે તહેવારો પહેલા શહેરમાં વિવિધ જગ્યાએ ખાદ્ય ચિજોના ઉતાદન કરતા એકમોમાં ચેકીંગ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે રક્ષાબંધન, જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને ફુડ શાખા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ ફરસાણ ઉત્પાદકો, મિઠાઇ ઉત્પાદકો સહીત નાના મોટા ફુડ ઓપરેટરોને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફુડ શાખાએ એકવિસ દિવસમાં 14000 કિલોનો માતબર અખાદ્ય સામગ્રીનો નાશ કરવાાં આવ્યો છે તથા એક માસમાં પ1 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવેલ હજુ પણ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન વિવિધ મેળામાં ફુડ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાઁ આવશે.
ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અશોક ગાર્ડન પાસે, ઉમાકાંત પંડિત, ઉદ્યોગનગર. લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ સંજયભાઈ ટાંકની માલિકી પેઢી “શ્રીરામ ગૃહ ઉદ્યોગ” (વિમલ નમકીન) ની સ્થળ તપાસ કરવામાં આવેલ. ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારના ફરસાણ, મીઠાઇનું ઉત્પાદન -સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ. તપાસ કરતાં પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પેક્ડ નમકીન- ફરસાણ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ઇંગ્રેડિયન્ટસ લોટ કોર્ડ બેચ નંબર એકપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડેલ તેમજ સાથળ પર ફરસાણમાં વપરાશમાં લેવાતા સોડા એસ- વોશિંગ સોડા નો 16 કિ.ગ્રા. જથ્થો સંગ્રહ કરેલ તેમજ સ્થળ પર વાસી પડતર ફરસાણનો અંદાજીત 850 કિ.ગ્રા. જથ્થો જોવા મળેલ તેમજ કોલ્ડ રૂમ તથા ફ્રીઝમાં વિવિધ ફ્લેવરના શિખંડ અંદાજીત 200 કિ.ગ્રા. પતરાના ડબ્બામાં સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ કોલ્ડ રૂમમાં અંજીર, વાસી મીઠાઇ, લાડુ, જાંબુનો કુલ 160 કિ.ગ્રા. જથ્થો સંગ્રહ કરેલ. તેમજ ફૂડ બિઝનેશ ઓપરેટરે કર્મચારી ઓનું મેડિકલ તપાસ કે વપરાશમાં લેવાતા પાણી ના રીપોર્ટ રજૂ કરેલ નહી તેમજ સ્થળ પર ટેકનિકલ પર્સન ગેરહાજર હોવાનું જણાવા મળેલ. પેઢીમાં દાઝીયા તેલ નો અંદાજીત 150 કિ.ગ્રા. જથ્થો સ્વીકારેલ પેઢીના ઉત્પાદન સ્થળ પર અનહાઇજેનિક રીતે ઉત્પાદન થતું જોવા મળેલ.
ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લઈ વાસી પડતર ફરસાણ, સોડા એસ-વોશિંગ સોડા તેમજ વોશિંગ સોડા વાપરી ઉત્પાદન કરેલ ફરસાણ, મીઠાઇ, શિખંડ, મળી ને કુલ અંદાજીત 5500 કી.ગ્રા. જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટર સ્વીકારેલ. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી વેચાણ /ઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી એસડબલ્યુએમ વિભાગના વાહન દ્વારા નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા તેમજ પેકિંગ કરેલ ખાધ્ય ચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે તેમજ સ્થળ પર ટેનિકલ પર્સન ને હાજર રાખવા અને ફૂડ લાઇસન્સ ધારક પેઢી પાસેથી જ ખાદ્યચીજો ખરીદ કરવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી કેસર શિખંડ, વિરલ નમકીન પંચરત્ન ચવાણું, ગાંઠિયા માટેનો બાંધેલો લોટ, લીલા ફ્રાય વટાણા, યુઝડ ફ્રાઇંગ ઓઇલ, ઘઉંનો ચેવડો, ગુલાબ બરફી તેમજ બિંગો નમકીન ના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.