૨૧મી સદીમાં લોકો ડિજિટલ અને એપ્લીકેશનો ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે વોટસએપ અને ફેસબુક ઉપર અનેકવિધ વખત ઘણાખરા પ્રશ્ર્નો સુરક્ષાને લઈ ઉદભવિત થયા હતા પરંતુ કોઈપણ કારણોસર તેમના ઉપર લગાવવામાં આવેલા આરોપ બાદ તે યથાયોગ્ય રીતે તેમનું કાર્ય કરી રહ્યા છે પરંતુ પ્રશ્ર્ન એ છે કે હમણા જે રીતે ઓનલાઈન ફ્રોડ વોટસએપ અને ફેસબુક મારફતે થઈ રહ્યું છે ત્યારે વોટસએપ ચેટને કોઈ નુકસાની ન પહોંચે તે માટે કેવી રીતે વોટસએપ ચેટને સુરક્ષિત રાખવું તે પણ એટલું જ જરૂરી છે ત્યારે ૭ જેટલા ઉપાયો આપવામાં આવ્યા છે કે જેના ઉપયોગથી વોટસએપ ચેટ સુરક્ષિત થઈ શકે છે.
ગુગલ ડ્રાઈવ અને એપલ આઈ કલાવુડ ઉપરથી જયારે વોટસએપ ચેટનું બેકઅપ લેવામાં આવે તો ચેટની સુરક્ષા જોખમાતી હોય છે જેનું એકમાત્ર કારણ એ છે કે જે સમય વોટસએપના વપરાશકર્તા વોટસએપમાંથી બહાર અથવા તો લોગ આઉટ થઈ જતા હોય છે ત્યારે તેમના ચેટની સુરક્ષા ઘટી જતી હોવાથી ગુગલ ડ્રાઈવ અને એપલ આઈકલાઉડમાંથી લેવામાં આવેલું બેકઅપ અસુરક્ષિત સાબિત થાય છે. બીજી તરફ વોટસએપ પણ તેના વપરાશકર્તાઓને ૬ વિઝીટનો પીનકોડ આપે છે જેના ઉપયોગથી પણ લોકો પોતાના ચેટને સુરક્ષિત રાખી શકે છે. કોઈપણ હેકર કે અન્ય કોઈ સંસ્થા તમારો મજબુત પીન રાખવામાં આવેલો હોય તો તેને હેક કરી શકતા નથી જેના કારણોસર તમારા ચેટ પૂર્ણત: સુરક્ષિત રહે છે.
બીજી તરફ જો વોટસએપ ચાલુ કરતા પહેલા ખોટુ ઈ-મેઈલ એડ્રેસ આપવામાં આવ્યું હોય તો પણ તમારા ચેટની સુરક્ષા જોખમાય છે જેના કારણોસર યોગ્ય ઈમેઈલ આઈડી આપવું લોકોના હિતમાં છે અને જેના ઉપયોગથી પૂર્ણત: ડેટાની સુરક્ષા પણ જાળવવામાં આવે છે. વોટસએપ દ્વારા એન્ડ ટુ એન્ડ ઈન્ક્રીપ્શન પણ આપવામાં આવે છે પરંતુ જો કોઈ વોટસએપના વપરાશકર્તાઓ તેમના ચેટને એકસપોર્ટ એટલે કે અન્યને મોકલે તો એન્ડ ટુ એન્ડ ઈન્ક્રીપ્શન હટી જાય છે અને સુરક્ષા પણ જોખમાય છે. જયારે કોઈ વોટસએપ વપરાશકર્તા તેમના વોટસએપને તેના માઈક્રો એસ.ડી. કાર્ડ અથવા તો પેનડ્રાઈવમાં ચેટ બેકઅપ લઈ લે તો તેમના ચેટની સુરક્ષા જળવાતી હોય છે. અંતમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે જે કોઈ વોટસએપ વપરાશકર્તા વોટસએપમાંથી લોગઆઉટ અથવા તો નિકળવા માંગતા હોય તો તેઓએ તેમના ચેટ ફોન અથવા તો ગુગલ ડ્રાઈવમાંથી ડિલીટ કરી નાખવા જોઈએ જેથી આવનારા સમયમાં તે ચેટનો સહેજ પણ ગેરઉપયોગ અથવા તો તેનો ગેરલાભ કોઈ અન્ય ન લઈ શકે.