વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વીટર કે શેયરચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી લોગઆઉટ કર્યા વગર સેટીંગ્સ દ્વારા અદ્રશ્ય રહેવું શકય છે

વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક કે સ્નેપચેટ જેવી સોશ્યલ મીડિયા સાઈટથી ક્યારેક એટલા બધા કંટાળી કે થાકી જવાય છે કે તેનો ઉપયોગ કરવાની પણ ઈચ્છા થતી નીથી અને લોગઆઉટ થવું કે એપ ડીલીટ કરવી પણ ગમતી નથી. આવા સંજોગોમાં એપને ડીલીટ કર્યા વગર ઈનવીઝીબલ થઈ શકાય છે. જો તમે વ્હોટ્સએપથી કંટાળી ગયા છો તો ડીલીટ કર્યા વગર ગુમ થઈ શકાય છે. હવે દરેક વખતે વ્હોટ્સએપ કાઢી નાખવું અને ફરીથી ઈન્સ્ટોલ કરવું શકય નીથી

આવા સંજોગોમાં ભલે તમે બ્લુ ટિક રીડ રિસિટ્સ બંધ કરી દીધી હોય કે નહીં પરંતુ તમને જે મેસેજ મોકલે છે તેને એવું જ હોય છે કે તમે તેનો મેસેજ વાંચ્યો છે અને તમે વ્હોટ્સએપ ખોલો ત્યારે તમે ઓનલાઈન છો તેવું તમારા કોન્ટેકટમાં દર્શાવાય છે. હવે અધિકૃત અને મર્યાદિત સમયગાળા માટે વ્હોટ્સએપને સાયલન્ટ કરવા માટે એક ટેપ સોલ્યુશન છે જે અમુક સમય સુધી તમને વ્હોટ્સએપથી દૂર કરી શકે છે. તમારા એન્ડ્રોઈડ ફોન તેના સેન્ટિગ્સને ટ્વીક કરીને વ્હોટ્સએપમાંથી ડીલીટ કર્યા વગર ગુમ થઈ શકાય છે.

આ ઉપરાંત વ્હોટ્સએપની નોટિફિકેશનનો ટોન ‘રેકોર્ડીંગ સાયલન્ટ’ કરીને કે રીંગ ટોન રાખીને પણ તમે વ્હોટ્સએપથી દૂર રહી શકો છો. વ્હો્ટસએપ સંદેશાઓ અવા કોલ્સ માટેનો રિંગટોન પસંદ કરવાને બદલે ડિફોલ્ટ રૂપે રીંગટોન પસંદ કરો જો તમે તેને સાયલન્ટ મોડમાં જ રાખવા માંગતા હોવ તો તમારી પાસે જે મોબાઈલ તેને સાયલન્ટ મોડમાં રાખો અવા તો તમે જાતે જ કોઈ સાયલન્ટ રીંગટોન રેકોર્ડ કરો અને તેને પ્રોપર ફાઈલ નેમ આપી સેવ કરો અને તે સાયલન્ટ રીંગટોનને તમારી નોટિફિકેશન ટોન કે કોલ રીંગટોનમાં સેટ કરો.

આ ઉપરાંત નવા સંદેશાઓ માટે વ્હોટ્સએપ સુચનાઓને ડિસેબલ કરો જેથી તમને સુચના મેનુમાં કોઈપણ વ્હોટ્સએપ આયકન દેખાશે નહીં. તમારા ફોન સેટિંગ્સ પર જાઓ, એપમાં જાઓ, એપનું લીસ્ટ ખોલો, વ્હોટ્સએપ સિલેકટ કરો ત્યારબાદ નોટીફીકેશન અને ડિસેબલ ઓલ નોટિફીકેશન વ્હોટ્સએપ પર કલીક કરો, વાઈબ્રેશન અને પોપઅપ્સ પણ ડીસેબલ કરો. હવે તમે વ્હોટ્સએપ ડીલીટ કર્યા વગર ગાયબ થઈ શકશો.

આ ઉપરાંત વ્હોટ્સએપ સેટીંગ્સમાં નોટિફિકેશનમાં લાઈટ સિલેકટ કરી ‘નન’ સિલેકટ કરીને પણ વ્હોટ્સએપમાંી ગાયબ ઈ શકાશે. આ ઉપરાંત સેટિંગ્સમાં જઈ ફોર્સસ્ટોપ કરીને પણ ગુમ થઈ શકાશે.  આમ જો તમે વ્હોટ્સએપથી કંટાળ્યા હોવ કે થાકયા હોવ તો વ્હોટ્સ એપને ડીલીટ કર્યા વગર પણ તમે ગુમ થઈ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.